– વિદ્યાર્થીઓએ 24,505 ડોલરની બચત દેખાડવી પડશે
ઓસ્ટ્રેલિયામાં ઘણા સ્ટુડન્ટ પહોંચતાની સાથે સીધી જોબ શોધવા લાગે છે. આ સ્થિતિથી કંટાળીને ઓસ્ટ્રેલિયન સરકારે ઓછામાં ઓછા 24,505 ડોલરની બચત હોય તેવા વિદ્યાર્થીઓને જ વિઝા આપવાનું નક્કી કર્યું છે. આ નિયમો પહેલી ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે. હવે માત્ર કમાણી કરવા માટે નહીં પણ ભણવામાં ખરેખર રસ હોય તેવા વિદ્યાર્થીઓને જ વિઝા મળશે. ભારતીયોમાં અત્યારે ફોરેન એજ્યુકેશનનો ક્રેઝ વધ્યો છે.
- Advertisement -
મોટા ભાગના ભારતીય સ્ટુડન્ટ્સ અમેરિકા, કેનેડા, યુકે અથવા ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશન માટે જવાનું પસંદ કરે છે. આ દેશોમાં સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં પણ ફેરફાર થતા રહે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ નિયમો જે રીતે બદલ્યા છે જેના કારણે ભારતીયોએ હવે ઓસ્ટ્રેલિયા ભણવા જવું હોય તો તેના માટે વધારે બચત કરવી પડશે. ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે સ્ટુડન્ટે હવેથી 24,505 ડોલરની બચત દેખાડવી પડશે. અગાઉ જે બચત દેખાડવી પડતી હતી તેના કરતા હવે 17 ટકા વધારે બચત કરવી પડશે. ઓક્ટોબરથી જ આ નિયમ લાગુ થઈ ગયો છે.
ઓસ્ટ્રેલિયાએ મિનિમમ બચતની રકમ એટલા માટે વધારી છે જેથી કરીને ભણવા આવતા વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા પહોંચતાની સાથે જ નોકરી શોધવા ન લાગે. ઘણા સ્ટુડન્ટની નાણાકીય સ્થિતિ સારી ન હોવા છતાં ઓસ્ટ્રેલિયા આવે છે અને પછી તેઓ ભણી શકતા નથી. તેથી સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે મિનિમમ બચતનો આંકડો વધારવામાં આવ્યો છે.છેલ્લે 2019માં સેવિંગ્સની રકમનું ઈન્ડેક્સેશન કર્યું હતું. ત્યાર પછી જે રીતે મોંઘવારી વધી છે તેને ધ્યાનમાં રાખીને લઘુતમ બચતની રકમ વધારવી જરૂરી હતી. અગાઉના નિયમોમાં કેટલાક છીંડા હતા જેને આ વખતે દૂર કરવામાં આવ્યા છે.