પૃથ્વીથી 17,000 પ્રકાશ વર્ષ દૂર છે લોકેશન, NASAએ શેર કરી તસવીર
આપણું બ્રહ્માંડ આશ્ચર્ય અને અજાયબીઓથી ભરેલું છે. તેની સુંદરતા અદ્વિતિય છે અને કેટલીક વખત આપણને તેની એવી સુંદરતા જોવા મળે છે જે મંત્રમુગ્ધ કરી દે છે. અમેરિકન સ્પેસ એજન્સી ગઅજઅ ઘણી વખત લોકો સાથે બ્રહ્માંડની તસવીરો શેર કરે છે. તાજેતરમાં નાસાએ આવી તસવીર શેર કરી છે, જેને જોઈને લોકો આશ્ર્ચર્યચકિત થઈ ગયા છે. આ તસવીરને ‘ભગવાનનો હાથ’ નામ આપવામાં આવ્યું. અમેરિકન સ્પેસ એજન્સી ગઅજઅએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરને હજારો લોકોએ પસંદ કરી છે. NASAએ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી તસવીરો શેર કરી છે. ‘ભગવાનના હાથી’ની આ તસવીરમાં જોઈ શકાય છે કે તેના બેકગ્રાઉન્ડમાં બ્લેક સ્પેસ (Space) દેખાય છે. જ્યારે તેમાં સોનેરી રચના દેખાઈ રહી છે, જે હાથ જેવું લાગે છે. તેને ’Hand of God’ નામ આપવામાં આવ્યું છે.
- Advertisement -
આ રચના શૂન્યમાંથી નિકળતી દેખાય છે. એવું લાગે છે કે કોઈ સર્વોચ્ચ શક્તિ આશીર્વાદ આપી રહી છે. આ તસવીરમાં બાહ્ય અવકાશની સુંદરતા જોઈ શકાય છે. તસવીરમાં ઘણી ફ્લેશિંગ લાઈટો દેખાય છે, જે હાથના આકાર માટે છે.
ગઅજઅએ જણાવ્યું હતું કે આ સુવર્ણ રચના પલ્સર દ્વારા છોડવામાં આવતી ઉર્જા અને કણો ધરાવતી નેબુલા છે. તારાના વિસ્ફોટ પછી, પલ્સર પાછળ રહી જાય છે. આ પલ્સરને ઙજછ ઇ1509-58 તરીકે ઓળખાય છે. તેનો વ્યાસ લગભગ 19 કિલોમીટર છે. આશ્ચર્યજનક બાબત એ છે કે તે પ્રતિ સેક્ધડ 7 વખત પોતાની રીતે ફરે છે. આ રચના પૃથ્વીથી 17,000 પ્રકાશ વર્ષ દૂર છે. યુએસ સ્પેસ એજન્સી અનુસાર આ તસવીર ગીજઝઅછ સ્પેસ એક્સ-રે ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે જે સમયે આ તસવીર લેવામાં આવી હતી, ત્યારે તે એક હાથની જગ્યાએ મુઠ્ઠી જેવો દેખાતો હતો.