ઇટાલીના મિલાન શહેરમાં રહેતા એક ચિત્રકારને વિચાર આવ્યો કે, ‘મારે ભગવાન જેવું જીવન જીવતા માણસનું ચિત્ર દોરવું છે.’ આ માટે એ એવા ચહેરાની શોધમાં નીકળ્યો જે ભગવાન જેવો નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હોય. બહુ શોધખોળના અંતે એક નાના બાળક પર તેને પોતાની પસંદગી ઉતારી. 5-6 વર્ષનું આ બાળક ખરેખર ભગવાન જેવું જ નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હતું. પેલા ચિત્રકારે આ બાળકનું ચિત્ર બનાવ્યું અને નામ આપ્યું, Fod in Man. વર્ષો પછી આ ચિત્રકારને પોતાની વૃદ્ધાવસ્થામાં દુનિયાને એક બીજું ચિત્ર આપવાની પણ ઇચ્છા થઈ કે, ‘દુનિયાને શેતાનનો પણ પરિચય કરાવવો છે અને શેતાન જેવું જ જીવન જીવતા માણસનું ચિત્ર ઉયદશહ શક્ષ ખફક્ષ બનાવવું છે.’ આ માટે એ શેતાની ચહેરાની શોધમાં નીકળ્યો. જેલમાં સજા કાપી રહેલા અને નિર્દોષ લોકોની હત્યાના એક આરોપીને એણે આ ચિત્ર માટે પસંદ કર્યો. પેલા કેદીને આ વાતની ખબર પડી ત્યારે તે રડવા માંડ્યો. બધાંને આશ્ચર્ય થયું કે આ રડે છે કેમ ? જ્યારે ચિત્રકારે કેદીને રડવા માટેનું કારણ પૂછ્યું ત્યારે પેલા કેદીએ એટલું જ કહ્યું, ચિત્રકાર મહાશય, તમે મને ભૂલી ગયા છો પણ મને તમારો ચહેરો બરાબર યાદ છે. વર્ષો પહેલા ભગવાનનું ચિત્ર દોરવા માટે તમે જે બાળકની પસંદગી કરી હતી તે હું જ છું.
આ વાર્તા નહીં વાસ્તવિકતા છે. બધાં જ બાળકો નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ જ હોય છે. એને હિટલર કે ગાંધી આપણે જ બનાવીએ છીએ. આપણા વર્તનને કારણે કોઈ પરમાત્માથી શેતાન બનવા તરફ આગળ ન વધે એટલું ધ્યાન રાખીએ તો પણ ઉપરવાળાનો ચહેરો મલકી ઊઠશે. અને માણસને શેતાન બનાવવાનું કામ કરતા હોઈશું; તો મંદિરની આરતી, મસ્જિદની નમાજ કે ચર્ચની પ્રેયર પણ પરમાત્માના ચહેરા પરની વેદના દૂર નહીં કરી શકે.
- Advertisement -
આપણામાંની દરેક વ્યક્તિમાં સારા અને નરસા બંને ગુણો પડેલા હોય છે. જે સારા ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કરે છે તે સફળ થાય છે
– નરેન્દ્ર મોદી



