ગ્લોબલ વિટનેસ અને કોલંબિયા યુનિવર્સિટીના અભ્યાસમાં ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
દુનિયાભરમાં કાર્બન ઉત્સર્જનના સ્તરમાં વૃદ્ધિથી જલવાયુમાં પરિવર્તન આવી રહ્યું છે. એક અધ્યયન અનુસાર જીવાશ્ર્મ ઈંધણના ઉત્સર્જનથી સદીના અંત સુધીમાં અત્યધીક ગરમીથી 1.15 કરોડ લોકોના મોત થઈ જશે. આ દાવો અમેરિકાની પર્યાવરણ સંસ્થા ગ્લોબલ વિટનેસ અને કોલંબિયા વિશ્ર્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકોએ કર્યો છે.તેમના અનુસાર દુનિયાની મુખ્ય જીવાશ્ર્મ ઈંધણ કંપનીઓ દ્વારા તેલ અને ગેસનું અપર્યાપ્ત માત્રામાં ઉત્સર્જન કરવામાં આવી રહ્યું છે. જો 2050 સુધી ઉત્સર્જનનું સ્તર ન ઘટ્યું તો 2100 સુધીમાં ગરમી પોતાના ઘાતક સ્વરૂૂપે પહોંચી જશે. જેથી લાખો લોકોના જીવનો ખતરો છે.
- Advertisement -
સંશોધકોના અનુસાર જીવાશ્ર્મ ઈંધણના ઉત્સર્જનથી ગરમીના સ્તરમાં 0.1 ડીગ્રી સેલ્સીયસનો વધારો ખતરનાક રહેશે. કોલંબીયા વિવિના કાર્બન મોડેલથી બહાર આવ્યું કે પ્રત્યેક મિલિયન ટન કાર્બનમાં વધારાથી દુનિયાભરમાં 226થી વધુ હીટવેવની ઘટનાઓ બનશે. જીવાશ્ર્મ ઈંધણથી કાર્બન ઉત્સર્જનના મામલામાં હાલમાં ચીન સૌથી ઉપર છે. તે કુલ ઉત્સર્જનના 31 ટકા માટે જવાબદાર છે.
ત્યારબાદ અમેરિકા 26 ટકા અને રશિયા 23 ટકા માટે જવાબદાર છે. યુરોપીય દેશોમાં સ્થાપિત તેલ કંપનીઓથી કાર્બન ઉત્સર્જન થઈ રહ્યું છે એથી ઉત્પાદીત જીવાશ્ર્મ ઈંધણથી 2050 સુધી વાયુમંડળમાં 51 અબજ ટન કાર્બન ડાયોકસાઈડ ઉત્સર્જન વધી જશે. જયારે શુદ્ધ શૂન્ય લક્ષ્યની પ્રાપ્તિ બાદ પણ 55 લાખ લોકોમાં જીવ જશે.
શ્રમિકો પર વધુ અસર: હીટવેવ કે ગરમીની સૌથી વધુ અસર ગરીબ અને નબળા લોકો પર થશે. બેઘર લોકો, બહાર કામ કરતા લોકો અને વૃદ્ધોને વધુ મુશ્ર્કેલી પડી શકે છે. આ બારામાં પર્યાવરણ અર્થશાસ્ત્રી શોરો દાસ ગુપ્તા કહે છે. આ પરીસ્થિતિમાં શ્રમ સુરક્ષા જાતિ પર ધ્યાન આપવાની જરૂૂર છે.