– વાર્ષિક ધોરણે 24.4 ટકાની ધરખમ ભાવ વૃધ્ધિ
ભારતમાં ઘરઆંગણે ભાવોને કાબુમાં રાખવા માટે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકાયાને પગલે વિશ્વબજારમાં ચોખાના ભાવ 12 વર્ષની ઉંચાઈએ પહોંચી ગયા છે જયારે વાર્ષિક ભાવ વધારો 24.4 ટકાનો છે.
- Advertisement -
સંયુકત રાષ્ટ્ર સંઘનાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના ચોખાનો ભાવાંક જુલાઈમાં 129.7 પોઈન્ટ પર પહોંચ્યો છે. અને 2011 પછીની સર્વાધિક ઉંચાઈએ પહોંચ્યો છે. એક વર્ષમાં આ ભાવાંક 19.6 પોઈન્ટ ઉંચકાયો છે. ભારતીય ઉપખંડમાં જ ઉત્પન્ન થતા ચોખામાં વાર્ષિક ધોરણે ભાવ વધારો તેનાથી પણ વધુ છે અને તે વર્ષ દરમ્યાન 24.4 ટકાના વધારા સાથે 135.4 પોઈન્ટની ઊંચાઈએ પહોંચ્યો છે.
ભારત સરકારે ગત 20 મી જુલાઈએ તમામ નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાગુ કરી દીધો હતો 2022-23 માં ભારતમાંથી કુલ 22.35 મીલીયન ટનની ધાન્ય નિકાસ થઈ હતી તેમાંથી બાસમતી ચોખાની નિકાસ છુટ છે જે ગત વર્ષે 4.56 મીલીયન ટનની હતી.