201 રન 128 બોલ, 21 ફોર, 10 સિક્સ
ઓસ્ટ્રેલિયાનો ભવ્ય વિજય
- Advertisement -
વાનખેડે સ્ટેડિયમમાં મેક્સવેલે બનાવ્યા એક કરતા વધુ રેકોર્ડ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 5 વિકટ ગુમાવીને 291 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે ઈબ્રાહીમ ઝાદરાને શાનદાર સદી ફટકારી હતી. તે અફઘાનિસ્તાન માટે ઘઉઈં ઠજ્ઞહિમ ઈીામાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 91 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેક્સવેલે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ સંભાળી અને તાબડતોડ બેટિંગ કરતા માત્ર 128 બોલમાં 201 રન ફટકારી દીધા હતા. આ સાથે જ તેણે ઘણાં રેકોર્ડ બનાવ્યા હતા.
ખાસ-ખબર સંવાદદાતા
ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ઘઉઈં ઠજ્ઞહિમ ઈીા 2023માં ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં ગ્લેન મેક્સવેલે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 157.03ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા અણનમ 201 રન બનાવ્યા હતા. આ સાથે તેણે 40 વર્ષ જૂના કપિલ દેવના રેકોર્ડને તોડી દીધો છે. કપિલ દેવે 1983માં ઝિમ્બાબ્વે સામે રન ચેઝ કરતા અણનમ 175 રન બનાવ્યા હતા. વર્લ્ડકપ-2023ની 39મે મેચમાં ગ્લેન મેક્સવેલની બેવડી સદીના કારણે ઓસ્ટ્રેલિયા હારતા-હારતા બચ્યું છે. એક સમયે ઓસ્ટ્રેલિયાની 91 રનમાં 7 વિકેટ પડી ગઈ હતી, જોકે ગ્લેન મેક્સવેલે 128 બોલમાં 21 ફોર અને 10 સિક્સ ફટકારી 201 રન કરતા ઓસ્ટ્રેલિયાનો ભવ્ય વિજય થયો છે. અફઘાનિસ્તાના 50 ઓવરમાં 5 વિકેટે 291 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 7 વિકેટે 293 રન ફટકારી જીત મેળવી છે. ઈબ્રાહીમ ઝાદરાની સદીના કારણે અફઘાનિસ્તાન મોટો સ્કોર બનાવવામાં સફળ થઈ હતી. ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલમાં લગભગ એન્ટ્રી થઈ ગઈ છે. તે પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે આવી ગઈ છે.