જો તમારા વૈવાહિક જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી ચાલી રહી છે. પતિ-પત્નીના સંબંધ ઠીક નથી તો આજના દિવસે કરો આ 5 ઉપાય. ભગવાન શિવ તમારી દરેક મુશ્કેલીઓ દૂર કરશે.
સનાતમ ધર્મમાં સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથને સમર્પિત હોય છે. અઠવાડિયાનો પહેલો દિવસ સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે શિવજીનું પૂજન કરવાથી તેમની આરાધના કરવાથી ઘણા પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે.
- Advertisement -
તેમની પાસે જીવનમાં સફળતાની પ્રાર્થના કરવાથી બધા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે સોમવારનો દિવસ દરેક કષ્ટોને દૂર કરવા માટે સૌથી ઉપયોગી છે. જાણો એવા 5 ઉપાયો વિશે.
ભગવાન શિવના દર્શન
ભગવાન આશુતોષને પ્રસન્ન કરવા માટે આ સૌથી સરળ ઉપાય છે. તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવાથી ભગવાન શિવના દર્શન કરો. હવે શિવ ચાલીસા કે શિવાષ્ટકનો પાઠ કરો. તેમને જળ અર્પિત કરો કંઈ માંગ્યા વગર જ ભગવાન શિવ તમારી સમસ્યાને ધીરે ધીરે ખતમ કરી દેશે.
- Advertisement -
વૈવાહિક જીવનમાં મુશ્કેલી દૂર કરવા
જો તમારા વૈવાહિક જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી ચાલી રહી છે. પતિ-પત્નીના સંબંધ સારા નથી. આવી સ્થિતિમાં તમને સોમવારે શિવાલયમાં જઈને રૂદ્રાક્ષનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા દાંપત્ય જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે.
મનોકામના પુરી કરવા માટે
સોમવારે એક બિલિ પત્ર પર સફેદ ચંદનનું તિલક કરી શિવલિંગ પર અર્પિત કરો. જો તમે તમારી બધી મનોકામનાઓ પુરી કરવા માંગો છો તો ભગવાન શિવ પ્રસન્ન થશે અને તમારી માંગેલી મનોકામનાઓ પુરી થઈ જશે.
વ્યવસાયમાં પ્રગતિ માટે
સોમવારના દિવસે શિવાલયમાં જઈને ભગવાન શિવનો દૂધથી અભિષેક કરવો જોઈએ. એ વાતનું ધ્યાન રાખો કે વાસણ તાંબાનું જ હોય અને દૂધ અર્પિત કરતી વખતે ‘ॐ नमः शिवाय;નો જાપ કરો. આમ કરવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે.
ધન વૃદ્ધિ માટે
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવાલયમાં કોઈ શાંતિ વાળા સ્થાન પર બેસીને ‘ॐ नमो धनदाय स्वाहा’ મંત્રનો 11 વખત જાપ કરો. આમ કરવાથી ધન વૃદ્ધિ ઐશ્વર્ય અને સફળતાની પ્રાપ્તિ થશે.