શ્રી કૃષ્ણના અંતિમ સ્થાન દેહોત્સર્ગ તીર્થમાં ગીતા જયંતીની ભક્તિપૂર્વક ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.11
પ્રથમ જ્યોર્તિલીગ સોમનાથ મહાદેવ ના સાનિધ્યે બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાન નું અંતિમ સ્થાન જ્યાં તેઓએ પોતાનો દેહોત્સર્ગ કર્યો હતો જે તીર્થ ગીતા મંદિર કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ને જ્યારે ભાલકા તીર્થ માં જાળ નીચે વિસામો લેવા બેઠા ત્યારે તેના પગમાં પારગી નું બાણ તેના પગમાં લાગ્યું હતું તે બાણ લાગતાજ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી ચાલતા થયા ચાલતા ચાલતા ભગવાન શ્રી કૃષ્ણ હિરણ ના કિનારે આવી બેઠા ત્યારે તેના પ્રાણ છોડી ચુક્યા હતા એજ પ્રભાસ તીર્થનું નામ ગોલોકધામ જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માનવલીલાને વિરામ આપી નિજધામ પ્રસ્થાન કર્યું એ પાવન ભૂમીમાં આવેલ છે ગીતા મંદિર.
- Advertisement -
ગીતા મંદિરમાં શ્રીકૃષ્ણ દ્વારા પ્રબોધક કરાયેલ અને વિશ્વના ચલઅચલના જ્ઞાન સાગર સમાન ગીતાજીના પાઠ કરવામાં આવે છે ગીતામંદિર કે જ્યાં પ્રત્યેક સ્તંભ પર ગીતાજીના અધ્યાય લખવામાં આવ્યા છે જે દર્શાવે છે કે ગીતાજીની જ્ઞાન ધારા માનવતા, સંસ્કૃતિ અને ધર્મ ના આધાર રૂપે વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ ગોકુલ મથુરા દ્વારકા માં પોતાની લીલાઓ બતાવી અહીં અંતિમ લીલા પૂર્ણ કરવામાં આવેલ અહીં સોમનાથ ની પાવન ભૂમિ ઉપર અંતિમ લીલા કરાઈ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આજ ભૂમિ ઉપર અંતિમ શ્વાસ લીધો હતો અહીથીજ ભગવાન નિજ ગમન થયા હતા આ ભૂમિ ઉપર થી તેને મોક્ષ ની પ્રાપ્તિ થઈ હતી. ત્રિવેણી ઘાટ પાસે આવેલ ગોલોક ધામમાં ગીતા જ્યંતી ની ઉજવણી કરવામાં આવે છે જેમાં ઋષિ કુંવરો દ્વારા ગીતાજી ના પાઠો નું અઘયાન કરવામાં આવે છે. ગીતા પૂજન, ગીતાજીના પાઠ અને શ્રીકૃષ્ણની અંતિમ ચરણ પાદુકાનું પૂજન કરાયું તું હોય છે આ દિવસે મંદિર માં વીસેસ પૂજાઓ કરવસમાં આવે છે ત્રણ પ્રહાર ની આરતી કરવામાં આવે છે.ગીતા પાઠ જાપ જેવી અનેક ધાર્મિક કાર્યો થતા હોય છે.