જયપુર – જૂનાગઢ ઝૂ વચ્ચે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અદલા બદલી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સરકાર દ્વારા એનીઅલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ પ્રાણી સંગ્રાહયલ દ્વારા અનેક રાજ્યો અને વિદેશોમાં ગીરના ઘરેણાં સમાજ સિંહો આપીને અને ઝૂ માંથી વન્ય પ્રાણી લાલવામાં આવે છે. રાજસ્થાન જયપુર ઝૂ માંથી મગર પ્રજાતિના ઘડિયારની બેલડી સાથે રણ પ્રદેશની લોકડિ યુગલ જૂનાગઢ સક્કબાગ ઝૂ માં લાવવામાં આવેલ છે જેના બદલામાં સક્કરબાગ પ્રાણી સંગ્રાહયલમાં વસવાટ કરતા સિંહ યુગલ આપવામાં આવ્યું છે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય સિંહોના બ્રીડીંગ સેન્ટર તરીકે વિશ્વ વિખ્યાત છે ત્યારે અન્ય રાજ્ય અને દેશોમાં અનેકવાર એશિયાટિક સિંહો નું આદાન પ્રદાન કરીને તેના બદલે અન્ય પ્રાણી ઝૂ માં લઇ આવવામાં આવે છે.