આગ ઓકતી ગરમીથી લોકો રાત્રે બે વાગ્યા સુધી અકળાયા
જૂનાગઢમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન ઉચકાતા ભારે ગરમી
કાળા માથાના માનવી સાથે પશુ-પક્ષીઓ પણ અકળાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં આગામી 2 દિવસ કાળઝાળ ગરમી યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી એક બે દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સાથે જૂનાગઢ જિલ્લામાં 42 થી 43 ડિગ્રી તાપમાન જોવા મળશે ગઈકાલ પણ આગ ઓકતી ગરમીના લીધે ગિરનારના પહાડો અગન ભઠ્ઠીની જેમ એહસાસ થયો હતો જયારે શહેરમાં બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે.અને શહેરીજનો રાત્રીના બે વાગ્યા સુધી અકળાય ઉઠ્યા છે. બપોરે 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રસ્તાઓ સુમસામ જોવા મળે છે. અને જૂનાગઢને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આગ ઝરતી ગરમીથી કાળા માથાનો માનવી અકળાય ઉઠ્યો છે ત્યારે ગિરનાર પહાડોમાં વસવાટ કરતા પક્ષીઓ સાથે કપિરાજ પણ અકળાય ઉઠ્યા છે અને વૃક્ષોના સહારે છાંયો શોધવા મજબુર બન્યા છે. તેની સાથે ગિરનાર યાત્રા કરવા આવતા યાત્રિકો પણ બપોરના સમયે યાત્રા કરવાનું ટાળી રહ્યા છે. અને વેહલી સવારે ગિરનાર યાત્રા કરીને 11 વાગ્યા પેહલા પરત ફરી રહ્યા છે અને બપોરના સમયે ગિરનાર સીડી સુમસામ જોવા મળે છે. જયારે શહેરીજનો પણ બપોરના સમયે કામ સિવાય નીકળવાનું ટાળે છે સાંજના સમયે ગરમી ઓછી થયા બાદ નીકળતા જોવા મળે છે.અને ઠંડા પીણાં અને શરબતના સહારા સાથે ઠંડક વાળી જગ્યા પસંદ કરે છે. હજુ આવતીકાલ આજે આ સિઝનનું અત્યાર સુધી ભારે ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
- Advertisement -
એપ્રિલ માસના પ્રારંભમાં જ આકરી ગરમી શરૂ થઇ ગઇ છે. રોજ 41 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે. જયારે મહત્તમ તાપમાન 42.2, લઘુત્તમ 26.6 ડિગ્રી તેમજ ભેજ 40 અને 10 ટકા રહ્યો હતો. જયારે પવનની ઝડપ 5ાંચ પ્રતિકલાક રહી હતી. અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. ત્યારે જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં સુર્યનારાયણ આકરા મિજાજમાં છે ત્યારે આજે મહત્તમ તાપમાન 42 ડીગ્રી ઉપર નોંધાયુ હતુ. અને અંગ દઝાડતા તાપથી જનજીવન પ્રભાવિત થયુ હતુ. બપોરના સમયે રસ્તા પર જૂજ વાહન જોવા મળ્યા હતા. હજુ આગામી દિવસોમાં 43 ડીગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવના હવામાન વિગભાગે વ્યકત કરી છે.
સવારથી તાપનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે તો અંગ દઝાડતા તાપના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ પર બપોરે તો કુદરતી કર્ફ્યુ હોય તેવી હાલત રહે છે. હાલ ભારે ગરમીના લીધે પ્રાથમિક શાળાઓમાં ચાલતી પરીક્ષા સવારના સમયે જ લેવા સૂચના આપવામાં આવી છે. જૂનાગઢમાં આજે પવનની ઝડપ 5ાંચ રહી હતી પરંતુ ગિરનાર પર પવનની ગતિ વધુ હોવાથી ગઈકાલ બાદ આજે પણ રોપવે બંધ રહ્યો હતો.
સવારના અને રાત્રીના તાપમાનમાં 2.5 ડીગ્રીનો તફાવત
જૂનાગઢ સહિત જિલ્લામાં એપ્રિલ મહિનામાં તાપમાન સતત વધી રહ્યુ છે અને 42 થી 43 ડીગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે. જેમાં ગરમીનુ મોજુ રાત્રે પણ યથાવત રહેવાથી લોકોની ઉંઘ પણ હરામ થઇ ગઇ છે. જ્યારે જૂનાગઢમાં રાત્રીના સમયે તાપમાનનો ભારો વધીને 29 ડીગ્રી સુધી જોવા મળે છે. જ્યારે સવારે લઘુત્તમ તાપમાન વધીને 26.5 ડીગ્રી જોવા મળે છે. આમ રાત્રી અને સવારના તાપમાન વચ્ચે ર.પ ડીગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે.