ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ગિરનાર રોપવે આગામી તા.7 થી 9 ઓક્ટબર 2025 દરમિયાન મેન્ટેનન્સની કામગીરી સંદર્ભે બંધ રહેશે. તેથી આ દિવસો માટે પ્રવાસીઓ માટે રોપ વે સેવા ઉપલબ્ધ રહેશે નહિ. ગિરનાર રોપવેની સેવા પ્રવાસીઓ માટે તા.10 ઓક્ટબર થી રાબેતા મુજબ શરૂ થશે એમ ગિરનાર રોપવે મેનેજરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.