ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એશિયાનો સૌથી લાંબો અને ઉંચો ગિરનાર રોપ-વે મેન્ટેનશની કામગીરી સબબ તા.11થી 15 સપ્ટેમ્બર સુધી બંધ રહ્યો હતો. મેન્ટનશની કામગીરી પાંચ દિવસ પૂર્ણ થયા બાદ આજરોજ ગિરનાર રોપ-વે ફરી વ્હેલી સવારથી શરૂ કરવામાં આવ્યો છે. તેમ રોપ-વે સંચાલકોએ જણાવ્યુ હતુ. હવે રાબેતા મુજબ ગિરનાર રોપ-વે સવારથી સાંજ સુધી શરૂ રહેશે અને ગિરનાર પર્વત પર આવેલ ધાર્મીક સ્થળોમાં આવતા ભાવિકો ઓનલાઇન પર રોપ-વેનું બુકીંગ કરી શકશે. જયારે આગામી દિવસોમાં અનેક તહેવારો આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ ધાર્મિક સ્થળોની મુલાકાતે આવતા શ્રદ્ધાળુ માટે ગિરનાર રોપ-વે શરૂ રાખવામાં આવશે.