આજે ફરી રોપ-વે શરૂ થયો, પર્વત પર ઠંડીનું જોર યથાવત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ શહેરની સાથે સાથે ગીરનાર પર્વત પર છેલ્લા એક અઠવાડિયાથી કડકડતી ઠંડી સાથે ભારે પવન ફુંકાતા છેલ્લા 6 દિવસમાં ચાર દિવસ રોપ-વે બંધ રાખવામાં આવ્યો હતો જો કે આજે પવનની ગતિ ધીમી પડતા ફરી આજે રોપ-વે શરુ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ગિરનાર પર્વત છેલ્લા છ દિવસથી ક્યારેક 64 કિમિ ઝડપે પવન ફુંકાયો હતો તો ગત રોજ 80 કિમિ ઝડપે પવન ફુંકાતા રોપ-વે બંધ રાખવામાં આવ્યો હતો આજે પવનની ગતિ સામાન્ય રહેતા રોપ-વે શરૂ કરવામાં આવ્યો હતો જયારે ગિરનાર પર્વત ઠંડીનું જોર છેલ્લા એક અઠવાડિયાથી 7 થી 8 ડિગ્રી લઘુતમ તાપમાન જોવા મળ્યું હતું.ત્યારે શહેરમાં પણ કડકડતી ઠંડી પડતા લોકોના જીવન પર અસર જોવા મળી હતી.અને લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા જયારે લોકો પણ ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે જેમાં રાત્રીના સમયે અને વેહલી સાવરે ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે.ત્યારે શહેરીજનો પણ ગરમ વસ્ત્રો સાથે ખાવા પીવાની ચીજમાં ફેરફાર કરીને વધુ પડતા ગરમ ખોરાકનો સહારો લેવો પડી રહ્યો છે.