ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા કરવા લાખો શ્રઘ્ધાળુઓ આવતા હોય છે પરિક્રમા રૂટ પર વન્યપ્રાણીઓની અવર-જવર રહેતી હોય છે જેનાથી યાત્રાળુઓની સલામતી જળવાય તે માટે વનવિભાગનો સ્ટાફ પરિક્રમા દરમિયાન સમગ્ર રૂટ પર તૈનાત રાખવામાં આવેલો હોય છે. ગિરનાર નેચર સફારી વિસ્તારનો સ્ટાફ પણ પરિક્રમાં હોવાથી તંત્રએ તા.11 થી 15 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ખાસ કરીને પરિક્રમા રૂટ નજીક જ નેચર સફારી પાર્કનો રૂટ છે આ પ્રતિબંધિત વિસ્તારમાં કોઇ યાત્રાળુઓ પ્રવેશ ન કરે અને વન્યજીવોની પણ સાલામતી રહે તે માટેબંધ રાખવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. આમ, આગામી તા.11 થી 1પ નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શન બંધ રહેનાર છે તા.16મીથી રાબેતા મુજબ શરૂ થશે તેમ ડીસીએફએ જણાવેલ હતુ.