કાનાબારે ઉઠાવ્યો સામાજિક સમસ્યાનો મુદ્દો, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રોડ, પાણી, અને ઔદ્યોગિક વિકાસના અભાવને ગણાવ્યો જવાબદાર
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારે ડ (ટ્વિટર) પર એક પોસ્ટ કરીને અમરેલીમાં ઊભી થયેલી સામાજિક સમસ્યા પર ગંભીર સવાલ ઉઠાવ્યો છે, જેનાથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ડો. કાનાબારે ટ્વીટમાં લખ્યું કે, “અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી ના જ પાડી દે છે.”
તેમણે એક સંબંધીનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, કુટુંબ સુખી, દીકરો ભણેલો અને ધંધા સગડ હોવા છતાં માત્ર અમરેલીના વતની હોવાને કારણે સંબંધ થઈ રહ્યો નથી. તેમણે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના અમરેલીની આ સ્થિતિ માટે કોને જવાબદાર ગણવા તેવો સવાલ ઉઠાવ્યો હતો.
ડો. કાનાબારની પોસ્ટને પગલે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી હતી.
ધાનાણીએ જણાવ્યું કે, અમરેલી આજે પણ વિકાસ ઝંખી રહ્યું છે. જીવરાજ કાકાના સમયની ઐતિહાસિક વિરાસત જાળવવામાં આવી નથી, અને જિલ્લો માત્ર ખેતી પર નિર્ભર છે, જ્યારે હીરા ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં છે.
ધાનાણીએ પાણી, ગટર અને ખાડાવાળા રોડની સુવિધાઓમાં અભાવને આ પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવ્યો હતો.
તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, સરકારની ઈચ્છાશક્તિના અભાવે અમરેલી ઔદ્યોગિક રીતે ધમધમતો જિલ્લો બની શક્યો નથી. તેમણે નિર્દોષ દીકરીઓના જાહેરમાં કાઢેલા સરઘસના મુદ્દાને પણ ટાંકીને પૂછ્યું કે, “પારકા ગામની દીકરીઓ વોહીયારે અમરેલી કેમ આવે?”



