જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.એચ.સિંધવ તથા પીએસઆઇ જે.જે.ગઢવી અને સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે જોષીપરા વિસ્તારના નંદનવનમાં રહેતો તોફીકશા ઉર્ફે ગુલો હમીદશા રફાઇ દ્વારા એવન સર્વીસ્ટેશન પોઇન્ટના પાછળના ભાગે આવેલ બંધ પડતર મકાનમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની પેટી છુપાવી હોવાની માહિતી મળતા અને દારૂ સગેવગે કરે તે પહેલા પોલીસે બંધ મકાનમાં રેઇડ કરતા દારૂની પેટી નંગ 45 તથા બોટલ 576 જેની કિંમત રૂા.2.52000 સાથે ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી હતી. જે મતલબની બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે જોષીપરા વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
Follow US
Find US on Social Medias