પોલીસે પાંચ શખ્સો વિરૂઘ્ધ કાર્યવાહી કરી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ એસઓજી પીઆઇ એ.બી.જાડેજા તથા પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલ અજમેરે લોકોની પાસેના ભાગે એક રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી.
આ રેઇડ દરમિયાન દારૂ જેવુ પ્રવાહી ભરેલ અલગ-અલગ બ્રાન્ડની 151 બોટલો પોલીસે કબ્જે કરી હતી. જેમાં પાંચ આરોપી તોસીફ ઉર્ફે મેલો ઇસુબભાઇ પટણી, સોહીલ ઉર્ફે ચકકી, શહેબાઝ ઉર્ફે વાંદરી, આદીલ ઉર્ફે વાંદરી, ચમનબાપુ સૈયદ તમામ રહેવાસી વેરાવળનાને ઝડપી પાડી પોલીસે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


