54.350 ગ્રામ મેફેડ્રોન જેની કિં.5.73 લાખના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ તરફથી જિલ્લામાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની જૂનાગઢ રેન્જ આઈજી તથા ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ યુવાનો ડ્રગ્સના રવાડે ચડતા અટકાવવા માટે સતત કાર્યરત રહી છે. ત્યારે ગીર સોમનાથ એસઓજી, એલસીબી અને પ્રભાસ પાટણ પોલીસે 5.73 લાખના મેફેડ્રોનના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ગઈકાલે રાત્રે જ્યારે એસઓજી પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે, વેરાવળ-જૂનાગઢ હાઈવે પાસેથી સબીર જમાદાર, ઉબેદ સોરઠીયા એક્ટીવા બાઈકમાં મેફેડ્રોન ડ્રગ્સનો 54.350 ગ્રામ જેટલો જથ્થો લઈ જાય છે. ત્યારે ગીર સોમનાથ એસઓજી, એલસીબી અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને વોચ રાખી બન્ને શખ્સને દબોચી લીધા છે. હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો છે. પોલીસે મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઈલેક્ટ્રિક વજન કાંટો સહિત કુલ 6.14 લાખનો મુદ્દામાલ ઝડપી લેવાયો છે.