ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
ગીર સોમનાથ દરિયાઈ સુરક્ષાની કચેરી દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું હતું.જેમાં 18 થી 23 ડિસેમ્બર સુધી સોમનાથ મરીન અને નવાબંદર વિસ્તારમાં ગુજરાત મત્સ્યઉદ્યોગ નિયમ મુજબ ગેરકાયદેસર માછીમારી કરતા માછીમારો સામે 8 ગુન્હાઓ નોંધવામાં આવ્યા.અગાઉ પણ 15 ગુન્હાઓ નોંધવામાં આવ્યા હતા.ઉપરાંત અત્યાર સુધી ડ્રાઇવ દરમિયાન કુલ 23 ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે.સમગ્ર ડ્રાઇવમાં ગીર સોમનાથ SOG, સોમનાથ મરીન અને નવાબંદર મરીન પોલીસનો સ્ટાફ જોડાયો હતો.
ગેરકાયદે માછીમારી કરતાં વધુ 10 બૉટ સંચાલકો સામે ગિર સોમનાથ પોલીસ અને મરિન પોલીસની કાર્યવાહી



