ખંડણીખોર, મિલકત વિરોધી ગુના, લુખ્ખાગીરી અને રોમીયો ગીરી કરતા તત્વો સામે તવાઈ
ગીર સોમનાથ પોલીસની સ્પેશીયલ ડ્રાઈવમાં SOG, LCB સહિતનો મોટો કાફલો જોડાયો
- Advertisement -
135 માંથી 25 જેટલા અસામાજીક તત્વોને રાઉન્ડ અપ કરાયા
અસામાજીક તત્વોની મિલકતો, બેંક એકાઉન્ટ સહિતની સમગ્ર માહિતીનું લીસ્ટ તૈયાર કરાયું
ગુંડા તત્વોનાં ઘરોની તપાસ કરી 5 જેટલા હથિયારો પોલીસે કબજે કર્યા
- Advertisement -
અસામાજીક તત્વોને ઝડપી પાડવા કોમ્બીંગ હાથ ધરાયુ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.20
રાજ્યના પોલીસવડા દ્વારા તમામ જિલ્લાના પોલીસવડાને 100 કલાકનું એલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું.જેનું કાઉન્ટડાઉન પૂર્ણ થતા પોલીસ એક્શન મોડમાં આવી છે.ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ 135 હિસ્ટ્રીશિટરો સામે પણ કાર્યવાહી કરવા પોલીસે મેગા પ્લાનિંગ હાથ ધર્યું છે. રાજ્ય પોલીસવડાના આદેશ મુજબ 100 કલાકમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસે પણ 135 લોકોની યાદી તૈયાર કરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.ત્યારે વેરાવળ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધરી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
25 લોકો સામે અટકાયતી પગલા: SP મનોહરસિંહ જાડેજા
કુલ 135 લોકો પૈકી 25 લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે તેમજ 40 જેટલા ગુનેગારો પહેલેથી જ પોલીસે પકડી જેલ હવાલે કરેલ છે.ઉપરાંત ગુજસીટોક, ઓર્ગેમેઈઝડ ક્રાઈમની કલમ તેમજ નવી બીએનએસ કલમ મુજબ પહેલેથી જ અમુક ગુનેગારોને જેલ હવાલે કરેલ છે.કોમ્બિંગ દરમિયના આરોપીઓ ના ઘરની તપાસ કરી,બેંક ખાતાની તપાસ તેમજ જામીન અંગે શું સ્થિતિ છે તેમની તપાસ હાથ ધરી છે.કોમ્બિંગ દરમિયાન ત્રણ જેટલા ઘરમાંથી 5 હથિયારો પણ પોલીસે કબ્જે કર્યા છે. આ સિવાય પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા કોમ્બિંગ હાથ ધરી હથિયાર સાથે ફોટો મૂકવાના 40 કેસ કરવામાં આવ્યા છે ઉપરાંત છેલ્લા 3 દિવસમાં ભાડુઆતના પણ 4 થી 5 કેસ કર્યા હોવાનું જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.