ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરત આરોપી રામદે રાણાભાઇ ઓડેદરા રહે.ઓડડર ગામ જિલ્લો.પોરબંદર વાળાને ઝડપી પાડયો હતો.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગીર-સોમનાથ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.એન.રાણા તથા પોલીસ સ્ટાફને મળેલી સંયુક્ત બાતમીના આધારે પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રામદે ઓડેદરા તાલાલા બસ સ્ટેશન પાસે હોવાની માહિતી મળતા તેનેે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ગીર-સોમનાથ LCBએ દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
