ચૂંટણીને લઈને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી: 3 શખ્સો વિરુદ્ધ પાસા કરતી ગ્રામ્ય પોલીસ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં તા.01ના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે જિલ્લાની ચાર વિધાનસભાના મતવિસ્તાર માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. સમગ્ર જિલ્લામાં આચારસંહિતા અમલી છે ત્યારે તંત્ર દ્વારા વાહનોની સઘન તપાસ, રોકડ રકમની હેરફેર અટકાવવા સહિતના પગલા લેવાની કામગીરી અંગે આચારસંહિતાને અનુરૂપ વિવિધ ક્ષેત્રીય કામગીરી કરવામાં આવી રહી છે.નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે આર્થિક લેવડદેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લાની 90 સોમનાથ, 91 તાલાળા, 92 કોડીનાર (એસ.સી), 93 ઉના આ ચારે મતવિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ, સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, વીડિયો વ્યૂઈંગ ટીમ, વીડિયો સર્વેલન્સ ટીમ કાર્યરત છે. ગીર સોમનાથમાં ડારી પાટીયા, તાલાળા બાયપાસ તેમજ સોમનાથ બાયપાસ પાસે જ્યારે તાલાળામાં ઘંટીયા-પ્રાંચી ફાટક, રાખેજ ફાટક, માધુપુર ચોકડી, ચિત્રોડ ચોકડી પાસે, કોડીનારમાં પેઢાવાડા, ડોળાસા અને રોણાજ ચોકડી પર જ્યારે ઉનામાં ગાંગડી ચેકપોસ્ટ, કેસરીયા તેમજ ગીરગઢડા ચેકપોસ્ટ અને અહેમદપુર-માંડવી રોડ પર ચેકપોસ્ટ પર સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત છે.
- Advertisement -
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અસામાજિક તત્વો પર નિયંત્રણ લાવવા શહેર પોલીસે શરૂ કરી છે. જેમાં ગુનેગાર વિરુદ્ધ પાસા અને તડીપારની કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી શાંતિથી અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તેવા હેતુથી ગેરકાયદે પ્રવૃતિ પર અંકુશ મેળવવા ગંભીર ગુનામાં સંકળાયેલા શખ્સોની અટકાયત કરવાનું શરૂ કર્યું છે. જેને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસે 3 શખ્સો વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા રાજકોટ જિલ્લા કલેક્ટરે ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત જળવાય તેને લઈને ત્રણ ઈસમો સામે પાસા એક્ટમાં વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે સમીર ઉર્ફે વિજય ગૌસ્વામી, અશ્વિન ઘુડા અને જીતેશ રાઠોડની અટકાયત કરી વડોદરા તથા અમદાવાદ જેલ ખાતે ધકેલી દેવાયા છે.
મિલરની ચોરીના ગુનાના બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપાયા
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને મવડી રોડ પર આવેલા બાપા સીતારામ ચોક પાસેથી મિલરની ચોરીના ગુનાના બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. અંકુર પાંભર અને સુભાષ ડાંગર નામના આરોપીએ મિલર, છકડો રીક્ષા તથા બાઈકની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે બે મિલર, બાઈક અને એક રીક્ષાને કબજે કરી આરોપીને ઝડપી લીધા છે.