કર્મચારીઓની ગેરહાજરીમાં લાઈટ-પંખા ચાલુ
ખાસ-ખબર સંવાદદાતા
ભારત દેશ જ્યારે 1લી ઓક્ટોબરે સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરતું હોય ત્યારે ગીર સોમનાથ જીલ્લા આરોગ્ય વિભાગની કચેરીમાં ગંદકીના વરવા દ્રશ્યો સામે આવ્યા. ગીર સોમનાથ જીલ્લા પંચાયત ઈણાજ ખાતે આવેલી આરોગ્ય શાખાની કચેરીમાં ગંદકીના ગંજ જોવા મળ્યા સરકાર દ્વારા આરોગ્ય પ્રત્યે સંવેદશીલતા દાખવતી હોય અને ત્યારે ગીર સોમનાથ જીલ્લા પંચાયતના ચોંકાવનારાં દ્રશ્યો સામે આવ્યા ઈણાજ ખાતે આવેલી આરોગ્ય શાખાની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ફરજ પ્રત્યે બેદરકારી દાખવી અણધડ વહિવટ ચલાવી રહ્યા હોવાની ફરીયાદો આવનાર ઉઠવા પામી હતી ત્યારે આજે શુક્રવારે અમોએ રિયાલિટી ચેક કરતા આરોગ્ય વિભાગની કચેરી ખાલી જોવા મળી હતી. કચેરીમાં કર્મચારીઓ હાજર ના હોવા છતા લાઈટ અને પંખા ચાલુ હોવાનું તેમજ પીવાના પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં હોય અને પાણીનાં નળ પણ તુટેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.સરકાર દ્વારા વીજળી બચાવો અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જો કે ગીર સોમનાથ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની કચેરી ખાતે વીજળી બચાવો કાર્યક્રમનું સુરસુરીયું થઈ જવા પામ્યું છે.આરોગ્ય શાખાની કચેરીમાં કર્મચારીઓ ની ગેરહાજરી માં કચેરીના લાઈટ પંખા ચાલુ હાલતમાં જોવા મળતાં કચેરી ખાતે આવતા ગ્રાહકોમાં પણ આશ્ચર્યની લાગણી ફેલાઈ છે.
ગિર સોમનાથ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની કચેરી ખાલીખમ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/09/ગીર-સોમનાથ-જિલ્લા-પંચાયતની-આરોગ્ય-શાખાની-કચેરી-ખાલીખમ-ફોટો-છે.jpg)