આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને પક્ષને મજબૂત બનાવવા આહ્વાન
ખાસ-ખબર સંવાદદાતા
રાજસ્થાન કોંગ્રેસના મંત્રી અને ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મહેન્દ્ર ગહેલોત વેરાવળ આવી પહોંચ્યા હતા.ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરો સાથે સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.આ તકે તેઓએ સંગઠનને મજબૂત બનાવવા ચર્ચાઓ કરી હતી.
- Advertisement -
આ તકે કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પુંજાભાઈ વંશ, ભગવાનભાઈ બારડ, ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ ગોહેલ, મહિલા કોંગ્રસ પ્રમુખ સંગીતાબેન ચાંડપા, યુવા કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઇ ચુડાસમા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.



