ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચિંતન શિબિરને લઈને ત્રણ દિવસ સુધી સોમનાથના પ્રવાસે હતા તે દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા તેમજ વેરાવળ પાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની,પૂર્વ પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરિયા, બાંધકામ શાખાના ચેરમેને દિક્ષિતાબેન અઢિયા, બાદલભાઈ હુંબલ, કિશનભાઇ જેઠવા, અંકુરભાઈ અઢિયા, કાળુભાઈ ચંદનાણી સહિતનાઓ મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે શંખ સર્કલ થી નમસ્તે સુધી ફોર લાઈન અંગે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ સ્વચ્છતા જાળવવા ટકોર કરી હતી.