કોડિનારની ટ્રાફિક સમસ્યાને હલ કરવા પગપાળા માર્ગો પર ફરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
સંબંધિત વિભાગોને પ્રશ્ર્નોનો નિકાલ કરવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે કોડિનાર નગરપાલિકા ભવન ખાતે તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી તાલુકાના પ્રશ્ર્નો અરજદારો પાસે સાંભળી યોગ્ય નિકાલ કરવાની કાર્યવાહી આદરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
- Advertisement -
જિલ્લા કલેકટરએ કોડિનારની મુલાકાત લઈ શહેરની સમસ્યા જાણી હતી. ખાસ કરીને, ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. શહેરની ટ્રાફિક સમસ્યા સહિતની પરિસ્થિતિનો તાગ મેળવવા કલેકટર પગપાળા કોડિનાર અજંટા ટોકીઝ રોડ થી સરકારી દવાખાના થી પાણી દરવાજા, મામલતદાર ઓફિસ રોડ અને પાણી દરવાજા થી બસ સ્ટેશન સુધીના રોડની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન, કલેક્ટર કોડિનારના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને લોકોને વધુ આરોગ્ય સુવિધાઓ મળે તે માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા માટેની સૂચના આરોગ્ય વિભાગના અધિકારીઓને આપી હતી.
દુકાનદારો દ્વારા તેમના મૂળ જગ્યા કરતાં રસ્તા ઉપર ડિસ્પ્લેમાં વધુ પડતો માલ રાખી ફૂટપાથ ઉપર કરેલા દબાણો અને પેશકદમી કરે છે તેવી લોકોની સમસ્યા પ્રત્યે જરૂરી કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.