ચૂંટણીઓના પ્રિ-નોમિનેશન, નોમિનેશન, પ્રિ-પોલ, આચારસંહિતા સહિતના મુદ્દે માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.7
કલેકટર એન.વી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, ચૂંટણી અધિકારીઓ તથા મામલતદારઓની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/વિભાજન પેટા ચૂંટણીઓના સુચારુ આયોજનના સંદર્ભે પ્રાંત ઓફિસ ખાતે એક બેઠક યોજાઇ હતી.
- Advertisement -
કલેકટરએ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પ્રિ-નોમિનેશન, નોમિનેશન, પ્રિ-પોલ, પોલ-ડેના દિવસે કરવાની થતી કામગીરી જેવા વિવિધ તબક્કાઓના મુદ્દાઓ બાબતે સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા કરી અને અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતા. આ બેઠકમાં મતદાર યાદીની ચકાસણી, ઉમેદવારી ફોર્મ તથા ઉમેદવારને આપવાનું થતું સાહિત્ય પૂરું પાડવા, ઉમેદવારી ફોર્મ ઇશ્ર્યૂ કરવા, આદર્શ આચારસંહિતાનું અમલીકરણ, મતદાર યાદીની નકલ આપવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.