રાજકોટની કહેવાતી વિખ્યાત રેસ્ટોરાંનાં નામ બડે ઔર દર્શન છોટે
ગીર ગામઠી-કાઠિયાવાડી ઝાયકા ‘આહાર’ નહીં ‘એંઠવાડ’ પીરસે છે : મનપાએ નોટિસ ફટકારી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા આરોગ્ય શાખા દ્વારા શહેરીજનોને હાઈજેનિક ફૂડ મળી રહે તે હેતુથી શહેરમાં અવારનવાર હોટલ- રેસ્ટોરન્ટ, મિઠાઈ ફરસાણના વેપારીને ત્યાં ચેકીંગ હાથ ધરાતું હોય છે પરંતુ હોટલ રેસ્ટોરન્ટ તથા ખાણી-પીણીના વેપારીઓ દ્વારા ચોખ્ખાઈ-ગંદકી સબબ અવારનવાર રાજકોટની નામાંકિત હોટલોને નોટીસ ફટકારી હોય છે પરંતુ છતાં પણ હોટલ- રેસ્ટોરન્ટના માલિક દ્વારા આ બાબતે નિયમોનું ચુસ્તપણે પાલન થતું હોતું નથી અને અવારનવાર તંત્ર દ્વારા ચેકીંગની ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે ત્યારે શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલ વધુ એક નામાંકિત હોટલ ગીર ગામઠી-કાઠિયાવાડી ઝાયકાને હાઈજેનિક ફૂડ, ચોખ્ખાઈ, ગંદકી સબબ નોટીસ પાઠવવામાં આવી છે. દિવાળીનાં તહેવારમાં લોકો ખાણી-પીણીનું ચલણ જોવા મળે છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક છે. જ્યાં આરોગ્ય વિભાગે ચેકીંગ હાથ ધરતા નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ગીર ગામઠી-કાઠિયાવાડી ઝાયકામાંથી ગંદકીના ગંજ જોવા મળ્યા હતા. સ્વચ્છતાનો સદંતર અભવ હતો અને ડાઈનિંગ એરિયામાંથી આરોગ્યની દ્રષ્ટિએ વાંધાજનક ધૂળ-ચીકાશ તેમજ બિન જરૂરી ખોરાક મળી આવ્યો હતો. જેથી મનપા દ્વારા હાઇજીન બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત અને ફરસાણના 24 જેટલા નમૂના પણ લેવામાં આવ્યા હતા.
બીમારીથી સાજા થવું હોય તો હોસ્પિટલમાં જવાનું અને માંદા પડવું હોય તો ગીર ગામઠી હોટેલમાં જમવા જવાનું!
તહેવારોમાં લોકોએ જાગૃત રહેવા અપીલ
મનપાનાં દરોડા દરમિયાન ફૂડ શાખાના અધિકારીઓ કેમિકલ દ્વારા ટેસ્ટ કરતા માલુમ પાડ્યું કે મીઠાઈમાં સ્ટાર્ચનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. જે કારણે મીઠાઈ વજનદાર બને છે. જોકે સ્ટાર્ચવાળી મીઠાઈ ખાવાથી પેટમાં દુખાવો અને એલર્જી થવાની શક્યતાઓ વધે છે. દિવાળીપૂર્વે રાજકોટ મનપા દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. અનેક વિસ્તારોના મીઠાઈ અને ફરસાણના દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મીડિયા સાથે વાત કરતા મનપા અધિકારી પંચાલ દ્વારા જણાવાયું હતું કે, દિવાળીના તહેવાર નિમિત્તે રાજકોટ વાસીઓ મીઠાઈઓ અને ફરસાણની ખરીદી કરતા હોય છે. ત્યારે રાજકોટ મનપાનાં ફૂડ વિભાગની ટીમ સક્રિય થઇ કડક કામગીરી કરી રહી છે. જેના કારણે લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવી શકાય. આ સાથે લોકોને પણ જાગૃત રહેવાની અપીલ તેમણે કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે, આ દરોડા દરમિયાન જ્યાં અખાદ્ય ખોરાક મળી આવશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે.



