કોરોના વેક્સિનેશનની કામગીરી ખુબ જ ઝડપે આગળ વધે તે માટે વિવિધ ક્ષેત્રે કોરોના પ્રતિરોધક મુકવા માટે રસીકરણ કેમ્પના આયોજન કરવામાં આવે છે. રાજકોટ શહેરની વિવિધ ઈન્ડસ્ટીઝ ઝોન ખાતે એન્જીનીયરીંગ એસોસિએશનના સહયોગથી કારીગર અને શ્રમિકોને કોરોના સામેની રસી આપી પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આજે તા. ૧૪-૦૬-૨૦૨૧ ના રોજ આજી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં વિવિધ ઇન્ડસ્ટ્રીના ૧૮ થી ૪૪ વર્ષના ૩૦૦ થી વધારે વર્કરોને ઓનલાઈન અપોઈન્ટમેન્ટ સ્લોટ બુક કરાવી વેક્સીન આપવામાં આવી હતી.
એન્જિનિયરિંગ એસોસિયેશન દ્વારા ઇન્ડસ્ટ્રી વર્કર માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરાવી ૧૮ થી ૪૪ વર્ષના વર્કરોનું વેક્સિનેશન કરવામાં આવેલ છે. આ નવા અભિગમમાં એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટશ્રી પરેશભાઈ વસાણી, સેક્રેટરીશ્રી નરેન્દ્રભાઈ પાણી તથા ડિરેક્ટરશ્રી મહેશભાઈ વરસાણીના સહકાર અને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના સહયોગથી વિવિધ ઇન્ડસ્ટ્રીના 300થી વધારે વર્કરોનું કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. આ કામગીરી રેસકોર્સ સદર આરોગ્ય કેન્દ્રના ડોક્ટરશ્રી ચાર્મી બેન તથા ચંપકભાઇ વોરા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરશ્રી મનાલ ધોળકિયા તથા તેમની મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.