પ્રારંભિક શિક્ષણથી લઈ કૌશલ્ય વિકાસ સુધી – સમુદાય સશક્તિકરણ અને મહિલા વિકાસ પર ખાસ ભાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતની અગ્રણી સોડા એશ ઉત્પાદનકર્તા જીએચસીએલએ પોતાની શિક્ષણલક્ષી સીએસઆર પહેલ દ્વારા ગુજરાતમાં 76,000થી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોને લાભ પહોંચાડ્યો છે. જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા ગીર સોમનાથ, માંડવી (કચ્છ), રાજુલા (અમરેલી) અને ભાવનગરમાં પ્રારંભિક શિક્ષણ, STEM અભ્યાસ, શાળા સુધારણા અને રોજગારીલક્ષી તાલીમ કાર્યક્રમો અમલમાં મૂકાયા છે. ‘વિદ્યા જ્યોત’ પહેલ હેઠળ 4,050થી વધુ આંગણવાડી બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવ્યો, જ્યારે ‘લર્નિંગ એનરિચમેન્ટ પ્રોગ્રામ’થી 2017 પછી 30,400થી વધુ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો અનુભવ્યો.
- Advertisement -
માંડવીમાં યોજાયેલા તાલુકા-કક્ષાના વિજ્ઞાન મેળાથી 2,000થી વધુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા જગાડી. રોજગાર માટે, જીએચસીએલ ફાઉન્ડેશન ગજઉઈ સાથે મળીને ગુજરાતમાં 8 વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ ચલાવે છે, જ્યાં 5,000થી વધુ યુવાનોને તાલીમ મળી, જેમાં 65% મહિલા છે. કચ્છમાં નવા પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં તાલીમાર્થીઓને નોકરી મળવા લાગી છે. જીએચસીએલના ચેરમેન એન. એન. રાડિયાએ જણાવ્યું કે આ પ્રયાસો ફક્ત આંકડાઓ માટે નથી, પરંતુ પેઢીઓ સુધી ટકી રહે તેવા ટકાઉ સમુદાયોનું નિર્માણ અને લોકોમાં ક્ષમતાનો વિકાસ કરવા માટે છે.