-એફ-1 વિઝા મેળવવામાં અનેક પ્રયાસો છતાં નિષ્ફળ રહેલા છાત્રો માટે આશાકિરણ
એફ-1 વિઝા માટે આવેદન કરનારાઓ માટે આખરે આશાકિરણ ખુલી છે.જે આવેદકોએ પહેલા રિજેકશનનો સામનો કરવો પડયો હ્તો.તેમના માટે સારી ખબર છે. ભારતભરમાં અનેક વાણીજય દુતાવાસો ખુલ્યા બાદ ઉમેદવાર માસ્ટર્સની ડીગ્રી માટે આવેદન કરી શકે છે.
- Advertisement -
અનેક છાત્રો ત્રણથી ચાર વાર માન્ય વિઝા મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. આ ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ એક વર્ષથી વધુ સમયથી આ તકની રાહ જોઈ રહ્યા છે. તેમને આ વખતે આ તક મળવાની આશા છે. પાંચ વર્ષનાં સમયગાળા માટે માન્ય એફ-1 વિઝા છાત્રોને અમેરિકાથી માસ્ટર ડીગ્રી હાંસલ કરવા માટે આપવામાં આવે છે.એક વિદ્યાર્થીએ જણાવ્યુ હતું કે મારા વિઝાનો બે વાર અસ્વીકાર કરવામાં આવ્યો હતો.ત્રીજા પ્રયાસમાં મને અમેરિકા જવાની મંજુરી મળી ગઈ હતી.