રોડ-રસ્તાનાં કામ અને આવાસ યોજનાઓ, કોમ્યુનિટી હોલના નામકરણ સહિત કુલ 13 દરખાસ્ત મૂકાશે
ખાસ-ખબર સંવાદદાતા
આગામી તારીખ 19 જુલાઈએ રાજકોટ મહાપાલિકાનાં શાસકોનું છેલ્લું જનરલ બોર્ડ મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને મળશે. જેમાં રોડ-રસ્તાનાં કામ ઉપરાંત આવાસ યોજનાઓ તેમજ કોમ્યુનિટી હોલના નામકરણ સહિત કુલ 13 દરખાસ્ત મૂકવામાં આવશે. પ્રશ્નોતરીમાં અગ્રક્રમે ભાજપના કોર્પોરેટરોના પ્રશ્ન જ રહ્યા છે. છતાં લાંબા સમય બાદ શાસક પક્ષના કેટલાક પ્રશ્નો ડામર રોડના કામ અને રીપેરિંગની માહિતી જેવા મહત્વના છે. આ સભા બાદ જો મેયર ખાસ બોર્ડ નહીં બોલાવે તો બે મહિના બાદના બોર્ડમાં સીધા નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવશે. છતાં ઓગષ્ટમાં મેયર ખાસ બોર્ડ બોલાવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
- Advertisement -
આ સાથે જ સ્વચ્છ નગર અભિયાન ઘરે ઘરે કચરા એકત્રીકરણ વ્યવસ્થાના કારણે પણ સફળ થયું છે તે નોંધપાત્ર છે. તેમનો બીજો પ્રશ્ન એવો છે કે, હાલમાં તંત્ર દ્વારા કેટલી બસોનું સંચાલન, મુસાફરની સંખ્યા અને ટિકિટ આવક કેટલી તે પૂછાયું છે. વોર્ડ નં.8ના કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડ્યાએ એવા પ્રશ્ન પૂછ્યા છે કે, ડ્રેનેજ શાખા હસ્તક કેટલા સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, આગામી બે વર્ષમાં હજુ કેટલા પ્લાન્ટ બનવાના છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા કેટલા કર્મચારીઓને ગણવેશ કાપડ, ગરમ કાપડ, રેઇનકોટ અને શુઝ કેટલા ખર્ચે આપવામાં આવે છે. વોર્ડ નં.11ના રણજીતભાઇ સાગઠિયાએ પૂછ્યુંં છે કે, શહેરમાં કુલ કેટલા હોર્ડિંગ બોર્ડ છે, ભાડા અને લાયસન્સ ફીની કેટલી આવક છે અને કેટલી એજન્સી નોંધાયેલી છે? તેમજ આયોજન સેલની એક વર્ષની કામગીરી તેમણે માગી છે.
સામાન્ય સભામાં એજન્ડા પર કુલ 13 દરખાસ્ત છે. વોર્ડ નં.7માં ફલાવર માર્કેટના થડાની ફાળવણી, રેસકોર્ષમાં વોલીબોલ કોર્ટના ભાડા, ફીના નિયમો, વર્ગ-3-4ના કર્મચારીઓના આશ્રિત કુટુંબોને સહાયમાં વધારા, વનટાઇમ સેટલમેન્ટની સ્કીમની મુદતમાં અગાઉ કરાયેલા વધારાને બહાલ રાખવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુદા જુદા વોર્ડમાં બનેલ ટાઉનશીપના નામકરણ, ટીપીઓની પસંદગીની મંજૂરી, વોર્ડ નં.6માં આવાસ યોજનાને પૂ. રવીશંકર મહારાજ ટાઉનશીપ, વોર્ડ નં.4ના જુના મોરબી રોડ પર આવેલ ચોકનું યદુનંદન ચોક, વોર્ડ નં.6 ભાવનગર રોડ પર પૂર્વ ઝોન ઓફિસના ખુણા પરના ચોકનું વિમલભાઇ પરમાર ચોક નામકરણ, વોર્ડ નં.3ના સાધુ વાસવાણી રોડ પર સાકાર કોમ્પ્લેક્ષવાળા ચોકનું જલીયાણ ચોક નામકરણ, વોર્ડ નં.8માં હા. બોર્ડમાં આવેલ ગાર્ડનનું સાહિત્ય ઉદ્યાન નામકરણ અને વોર્ડ નં.4 મોરબી રોડ જકાતનાકા પાસેના કોમ્પ્યુનિટી હોલનું સંત વેલનાથ કોમ્પ્યુનિટી હોલ નામકરણ કરવાની દરખાસ્તો સામેલ છે.



