વેરા વળતર યોજના સહીતની 10 બજેટ દરખાસ્તોને લીલીઝંડી
ખરા અર્થમાં વાસ્તવદર્શી બજેટ : મનીષ રાડિયા
- Advertisement -
મહાનગરપાલિકાનું રૂ.2355.78 કરોડનું વાસ્તવદર્શી બજેટ રજુ કરવા બદલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને અભિનંદન આપતા ભાજપ અગ્રણી અને પૂર્વ મેયર ઉદય કાનગડ
રાજકોટ બજેટને આવકારતા વોર્ડનં.2ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી સભ્ય
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
આજે સવારે 11 વાગ્યે મ.ન.પા.ના રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર ડો.પ્રદિવ ડવની અધ્યક્ષતામાં યોજાયેલ. જનરલ બોર્ડમાં આગામી નાણાકીય વર્ષ 2022-23માં એપ્રિલથી જૂન દરમિયાન આગોતરો (એડવાન્સ) મિલ્કત વેરો ભરનારને એપ્રિલ-મે મહિનામાં મહિલા માટે 15 ટકા તથા પુરૂષની મિલ્કત માટે 10 ટકા વળતર અને જૂનમાં પુરૂષોને 5 ટકા તથા મહિલાઓને 10 ટકા વળતર આપવા તથા ઓનલાઇન એડવાન્સ વેરો ભરનારને 1 ટકો તથા રૂ. 50નું ડીસ્કાઉન્ટ આપવાની યોજનાને મંજુરી અપાઇ છે. સાથો-સાથ 2021-22નું રિવાઇઝડ તથા 2022-23નું 2355.78 કરોડનું બજેટ પણ મંજૂર થયુ હતું.
રાજકોટ મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ 2022-23નું રૂ.2334.94 કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું હતું. કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ વિશેષ રૂ.25.10 કરોડની વિવિધ યોજનાઓ અને સુવિધાઓ ઉમેરી, આગામી નાણાંકીય વર્ષ 2022-23નું રૂ.2355.78 કરોડનું બજેટ તા.10/02/2022ના રોજ સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કર્યું છે. જે બદલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પુષ્કરભાઇ પટેલને ખુબ ખુબ અભિનંદન આપું છું. સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલ આ બજેટ ખરા અર્થમાં વાસ્તવદર્શી બજેટ છે. કારણ કે, આ બજેટમાં મર્યાદિત પ્રોજેક્ટ્સ સમાવિષ્ટ કરવાની સાથોસાથ હાલમાં પ્રગતિમાં રહેલ પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે બાબત પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ઓળખાતા રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ એટલે રેસકોર્ષ સંકુલમાં આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી. આ આર્ટ ગેલેરીનું નવનિર્માણ કરી, અદ્યતન સુવિધાઓ સભર બનાવવાના કામે અંદાજીત કુલ રૂ.600 લાખના ખર્ચ પૈકી, આગામી નાણાકીય વર્ષ 2022-23માં સ્વર્ણિમ યોજનાની ગ્રાન્ટમાંથી રૂ.250 લાખની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલ છે જે બદલ હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઇ પટેલને ખુબ ખુબ અભિનંદન આપું છુ. પુષ્કરભાઇ પટેલની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલ આ બજેટમાં શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં ટ્રાફિકના સરળ વહન માટે તેમજ પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે પુરતી રકમ ફાળવવામાં આવેલ છે.
સ્ટેન્ડિંગ કમિટીએ સમાવિષ્ટ કરેલ યોજનાઓને લીધે રાજકોટ સૌરાષ્ટ્રના વિકાસનું એન્જિન બનશે : ઉદય કાનગડ

ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ મેયર તથા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ એક યાદીમાં જણાવે છે કે, મ્યુનિસિપલ કમિશનરએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રાજકોટ મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ 2022-23નું રૂ.2334.94 કરોડના રજુ કરેલ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ વિશેષ રૂ.25.10 કરોડની વિવિધ યોજનાઓ, સુવિધાઓ ઉમેરી, રૂ.2355.78 કરોડનું બજેટ તા.10/0ર/2022ના રોજ સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કર્યું છે જે બદલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પુષ્કરભાઇ પટેલને ખુબ ખુબ અભિનંદન આપું છું. આ બજેટને આજ તા.18/0રા2022ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભાએ પણ મંજુર કરેલ છે.
સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલ આ બજેટમાં મર્યાદિત સંખ્યામાં પ્રોજેક્ટ સમાવિષ્ટ કરવાની સાથોસાથ હાલમાં પ્રગતિમાં રહેલ પ્રોજેટ્સ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે બાબત પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હોવાથી આ બજેટ ખરા અર્થમાં વાસ્તવદર્શી બજેટ છે.
આ બજેટમાં સમાવિષ્ટ કરાયેલ પ્રોજેક્ટસને લીધે રાજકોટ શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં પણ પાયાની સુવિધાઓ સત્વરે મળી રહેશે અને સૌરાષ્ટ્રનું વિકાસ એજીન ગણાતા રાજકોટ શહેરનો સમતોલ વિકાસ થશે.કોરોના વૈશ્વિક મહામારીના કપરા કાળમાં નિયમિતપણે વેરો ભરનાર શહેરીજનોને તેમજ દિવ્યાંગોને ધ્યાને રાખી, મિલકતવેરામાં વિશેષ વળતર, તેમજ કમિશનર દ્વારા વાહનકરમાં સૂચવાયેલ વધારામાં રાહત આપવાનો રાજકોટ મહાનગરપાલિકામાં સૌ પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે તે પણ આવકારદાયક છે.
પુષ્કરભાઇ પટેલની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલ આ બજેટમાં શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં ટ્રાફિકના સરળ વહન માટે તેમજ પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે પુરતી રકમ ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત રેસકોર્ષ સંકુલમાં આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી નવીનીકરણ, રાજકોટમાં ટાગોર રોડ, એસ્ટ્રોન નાલ, હેમુ ગઢવી હોલની નજીકના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નવું નાલુ. પોર્ટેબલ એક્સ-રે મશીન, મોબાઈલ લેબોરેટરી સહિતની આરોગ્યવિષયક સુવિધાઓ, બાળકો માટે ઇન્ટરેક્ટિવ પાર્ક, મહિલાઓ માટે વોર્ડ દીઠ 1 એરોબિક્સ સેન્ટર, તેમજ વહીવટી સુધારણાના ભાગરૂપે પેમેન્ટ શુ હેન્ડ હેલ્ડ ડિવાઈસ, વર્ચ્યુઅલ સિવિક સેન્ટર તથા ફાઈલ ટ્રેકિંગ સિસ્ટમ સહિતના નવા સુવિધાઓ મંજુર કરવા બદલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલને ખુબ ખુબ અભિનંદન આપું છું.
રાજકોટ મહાનગરપાલિકાના વિકાસના પથ પર વિકાસની રફતાર સાથેનું બજેટ : જયમીન ઠાકર
મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ 2022-23નું રૂ.2334.94 કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું હતું. કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં આવેલા બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ વિશેષ રૂ.25.10 કરોડની વિવિધ યોજનાઓ અને સુવિધાઓ ઉમેરી, આગામી નાણાંકીય વર્ષ 2022-23નું રૂ.2355.78 કરોડનું બજેટ તા.10/02/2022ના રોજ મંજુર કરેલ. મહાપાલિકાનું સને 2022-23 વર્ષ નું અંદાજપત્ર છેવાડાના માનવીને સુવીધા મળે તે માટે જયાં માનવી ત્યાં સુવિધા સૂત્રને સાથ કરતુ અને શહેરના સુખાકારી ના પ્રોજેક્ટ સાથે વિકાસના પથ પર આગળ ધપાવતું સ્થાયી સમિતિ દ્વારા મંજુર કરેલ છે, તે બદલ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઇ પટેલ અને તમામ સભ્યઓને અભિનંદન પાઠવું છું.


