આ મહિનાની શરૂઆતમાં ગુના વિરોધી મેયરની જાહેર હત્યા પછી વધતી હિંસાની નિંદા કરતા “જનરેશન Z” ના બેનર હેઠળ શનિવારે હજારો મેક્સિકોમાં વિરોધ કર્યો.
વાસ્તવમાં આ જન-ઝેડ આંદોલન મેયર કાર્લોસ મેન્ઝોની હત્યા પછી ફાટી નીકળ્યું હતું. મેન્ઝોએ ડ્રગ-કાર્ટેલને ખતમ કરવા ઉઠાવેલી ઝુંબેશને પરિણામે તેઓની હત્યા કરવામાં આવી હતી તે હત્યા સરકાર સામેનાં ફલેશ પોઇન્ટ સમાન બની રહી. આ હત્યાના વિરોધમાં યુવાનોએ પહેલાં તો શાંતિમય ‘નગરયાત્રા’ (મેક્ષિકો સીટીમાં) યોજી હતી. પરંતુ તેના છેડાના ભાગમાં રહેલા પ્રમાણમાં નાની વયના કિશોરોએ પથ્થરબાજી શરૂ કરી દીધી હતી. આગળ રહેલા યુવાનોને તેની શંકા પણ હતી, અને પોલીસ તે સામે લાઠીચાર્જ, ટીયરગેસ વગેરે વાપરશે જ તેની ખાતરી પણ હતી, તેથી પોલીસનો બરોબર સામનો કરવા તેઓ લાઠીઓ, અને ફટાકડાઓથી સજ્જ હતા. બીજી તરફ કિશોરોએ કરેલા પથ્થરમારામાં પણ સામેલ થઈ ગયા હતા. પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જ શરૂ કરતાં તેનો બરોબર સામનો કરાતાં 100 પોલીસને ઈજાઓ થઈ હતી, જેમાં અધિકારીઓ પણ સમાવિષ્ટ હતા. દેખાવકારોમાં 20ને ઈજાઓ થઈ હતી.
- Advertisement -
આ દેખાવકારો પોલીસે ઊભી કરેલી બેરિકેડઝ તોડી પ્રમુખ કલોડીયાનાં પ્રેસિડેન્શ્યલ પેલેસ તરફ ધસી જતાં પોલીસ અને રમખાણકારો વચ્ચે સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હતો. તેના વિડીયો પણ વાયરલ થયા છે. પોલીસે આ પછી અનેકની ધરપકડ કરી તેમની અટકાયત પણ કરી હતી.
જનરેશન Gen-Z 1990થી 2010ના દાયકામાં આવિર્ભાવ પામી છે. આ એક વૈશ્વિક ઘટના છે. જેમાં 1990ના દાયકાથી શરૂ કરી 2010ના દાયકા વચ્ચે જન્મેલા તરૂણો અને યુવાનો છે. તેઓ અસમાનતા, અન્યાય અને ‘અંધ-સત્તા’ સામે રણે ચઢે છે. તેમાંયે હવે તો સોશ્યલ મીડીયા દ્વારા તેને પુષ્ટિ મળે છે. મેક્ષિકોના આ આંદોલનને પૂર્વ પ્રમુખ વિન્સેન્ટ ફોક્સ તથા અબજોપતિ રીકાર્ડો સેલિનાસ પ્લીગોએ જાહેરમાં સમર્થન આપ્યું છે.
આ દેખાવકારો ડ્રગ-કાર્ટેલ્સને ચાંચીયા બરાબર ગણે છે, અને તેથી ચાંચીયાઓનો ખોપરી અને હાડકાંની ચોકડીવાળો કાળો ધ્વજ પણ તેઓ ફરકાવી રહ્યા હતા અને તે રીતે ડ્રગ-કાર્ટેલ્સને ચાંચીયા સમાન દર્શાવી રહ્યા હતા. આ રમખાણો હવે મેક્ષિકોનાં અન્ય શહેરોમાં પણ પ્રસરી રહ્યાં છે. તેઓ ડ્રગ-માફીયાને ખતમ કરવામાં પ્રમુખ સુશ્રી કલોડીયા શીનબૌસનું રાજીનામું માગી રહ્યા છે.




