રાજસ્થાનમાં અમિત શાહે ગેહલોત પર કર્યા પ્રહાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર તેજ બન્યો છે. સતત ત્રીજા દિવસે ભાજપનું ટોચનું નેતૃત્વ રાજસ્થાનમાં છે. આ અભિયાનને આગળ વધારવા માટે આજે ઉદયપુર પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધતા કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોત આ ઉંમરે કોઈ ખોટી દોડાદોડી કરી રહ્યા છે. કોઈ તેમને આ મીટિંગનો વિડિયો મોકલે, તેમને ખબર પડશે કે તેમની સરકારનો જવાનો સમય આવી ગયો છે.
- Advertisement -
શાહે કહ્યું કે ગેહલોતનું લક્ષ્ય તેમના પુત્ર વૈભવને સીએમ બનાવવાનું છે.શાહે કહ્યું કે ઉદયપુરમાં ક્ધહૈયાલાલ હત્યા કેસ પર પણ ગેહલોત રાજનીતિ કરી રહ્યા છે. ગેહલોત હત્યારાઓને પકડવા પણ નહોતા માંગતા, ગઈંઅએ તેમને પકડ્યા અને ગેહલોત જૂઠું બોલે છે કે કોઈ કાર્યવાહી થઈ નથી. હું કહું છું કે જો સુનાવણી વિશેષ અદાલતમાં થઈ હોત તો હત્યારાઓને ફાંસી આપવામાં આવી હોત. એટલું જ નહીં, ગેહલોત સરકારના એડવોકેટ જનરલ પાસે જયપુર બ્લાસ્ટના આરોપીઓને સાંભળવાનો સમય પણ નથી.
અમિત શાહને સ્થાનિક આગેવાનો દ્વારા ધનુષ્ય-બાણ ભેટ આપવામાં આવ્યા હતા. છેલ્લા દિવસોમાં પટનામાં 21 પક્ષોના લોકો એકઠા થયા હતા. આ લોકો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. જો મોદી ફરી વડાપ્રધાન બનશે તો ભ્રષ્ટાચારીઓ જેલના સળિયા પાછળ જશે. 21 પક્ષોનું લક્ષ્ય તેમના પુત્રોનું ભવિષ્ય છે. સોનિયા ગાંધીનો ઉદ્દેશ્ય રાહુલને વડાપ્રધાન બનાવવાનો છે, લાલુ યાદવનો હેતુ પુત્ર તેજસ્વીને સીએમ બનાવવાનો છે, મમતા બેનર્જીનો હેતુ ભત્રીજા અભિષેકને સીએમ બનાવવાનો છે અને અશોક ગેહલોતનો હેતુ તેમના પુત્ર વૈભવને સીએમ બનાવવાનો છે.