ભક્તિરસ અને હાસ્યરસ સાથે
પ્લાસ્ટિક મુક્ત ગિરનારનો સંદેશ આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે સાંકૃતિક કાર્યક્રમમાં લોકગાયિકા ગીતાબેન રબારીએ ભક્તિસભર પ્રસ્તુતિઓ આપી જમાવટ કરી હતી. સાથે લોક સાહિત્યકાર સાઈરામ ભાઈ દવેએ હાસ્યરસથી શ્રોતાઓને તરબોળ કર્યા હતાં આ સાથે કલાકારોએ મંચ પરથી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર- જૂનાગઢનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે પ્લાસ્ટિક મુક્ત ગીરનાર થીમ પર આયોજિત વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના નિર્ણાયકોનું પણ મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર, હરિગીરીજીબાપુ, ઇન્દ્રભારતીબાપુ, કરસનદાસ બાપુ, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડે. મેયર ગીરીશભાઈ કોટેચા, કીરીટ પટેલ તથા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.