ગૌતમ ગંભીર ભારતની ક્રિકેટ ટીમનો કોચ બની શકે છે. તેનું નામ કન્ફર્મ થયું હોવાની ચર્ચા છે. જો આવું થાય છે તો તે KKRનો ચોથો એવો કોચ બનશે જેને અન્ય ટીમથી તગડી ઓફર મળી હોય.
આ T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમનો કેપ્ટન બદલાઈ જશે. BCCI લાંબા સમયથી નવા કોચની શોધમાં છે, તેના માટે પોન્ટિંગ, લેંગર સહિત અનેક નામ ચર્ચામાં આવ્યા હતા. પરંતુ ગૌતમ ગંભીરનું નામ કન્ફર્મ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જય શાહે પણ જ્યારે કોચ અંગે અગાઉ નિવેદન આપ્યું હતું તેના પરથી એવુ જ લાગતું હતું કે કોઈ ભારતીયને જ કોચ બનાવવામાં આવશે. જો ગંભીર ઇન્ડિયાની ટીમનો કોચ બને છે તો આ સંયોગ જ હશે કે KKRના વધુ એક કોચ કે સલાહકારની લોટરી લાગી હોય. અગાઉ અનેક KKRના કોચને અન્ય દેશોના ક્રિકેટ બોર્ડ તરફથી સારી ઓફર મળી ચૂકી છે.
- Advertisement -
મેથ્યુ મોટ
મેથ્યુ મોટ KKRની ટીમનો સહાયક કોચ રહી ચૂક્યો છે. તેને બાદમાં ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે હાયર કર્યો હતો. જેમાં તેને T-20નો કોચ બનાવવામાં આવ્યો છે. 2024ના વર્લ્ડ કપમાં તે ઇંગ્લેન્ડની ટીમનો કોચ છે. 2022નો વર્લ્ડ કપ પણ ઇંગ્લેન્ડે તેમની દેખરેખ હેઠળ જ જીત્યો હતો.
ટ્રેવર બેલિસ
- Advertisement -
ટ્રેવર બેલિસ KKRની ટીમનો કોચ હતો ત્યારે કોલકાતાની ટીમ 2012 અને 2014 એમ બે વખત IPLનું ટાઇટલ જીત્યું હતું. ત્યાર બાદ તેને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ તરફથી ઓફર મળી હતી, પહેલા તો તેમને ઇનકાર કરી દિધો હતો પરંતુ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને બોર્ડના નિર્દેશક એન્ડ્રુ સ્ટ્રોસે ફરી પ્રસ્તાવ આપ્યો જેથી તે કોચ બની ગયા. ટ્રેવર બેલિસ 2015 થી 2019 સુધી ઇંગ્લેન્ડના કોચ રહ્યા.
બ્રેન્ડન મેક્કલમ
બ્રેન્ડન મેક્કલમ 2021ની સીઝનમાં KKRનો કોચ હતો. તેની દેખરેખ હેઠળ KKRની ટીમ ફાઇનલ સુધી પોંહચી હતી. મેક્કલમની ક્ષમતાને જોઈને તેને ઇંગ્લેન્ડના ટેસ્ટ ટીમના કોચ બનવાની ઓફર કરી મળી હતી.