– હવે એલન મસ્ક તેમનાથી આગળ
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની વર્લ્ડના નંબર વન અમીર બનવાની યાત્રા વધુ આગળ નીકળી છે. ગૌતમ અદાણી હવે વર્લ્ડના બીજા નંબરના અમીર બન્યાં છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર ઈન્ડેક્સે જાહેર કરેલી દુનિયાના ટોચના 10 ધનકૂબેરની યાદીમાં ગૌતમ અદાણીને બીજા નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે. ગૌતમ અદાણીએ એમેઝોનના જેફ બેજોસને પછાડીને આ સ્થાન મેળવ્યું છે.
- Advertisement -
155.7 અબજ ડોલર સંપત્તિ સાથે વર્લ્ડના બીજા નંબરના ધનકૂબેર
ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ અદાણીની સંપત્તિમાં આજે બપોર સુધીમાં કુલ 5.5 અબજ ડોલરનો વધારો થયો હતો. હવે તે 155.7 અબજ ડોલર સાથે વિશ્વના અબજોપતિ નંબર બે છે.
પહેલા નંબરે હજુ પણ એલન મસ્ક
દુનિયાના નંબર વન અમીર તરીકે એલન મસ્ક યથાવત છે જેમની નેટવર્થ 273.5 અબજ ડોલર છે.
બીજા નંબરે ગૌતમ અદાણી
ગૌતમ અદાણી 155.7 અબજ ડોલર સંપત્તિ સાથે બીજા નંબરે છે.
- Advertisement -
જેફ બેજોસ ત્રીજા નંબરે
ત્રીજા નંબર એમેઝોનના સીઈઓ જેફ બેજોસ છે.
મુકેશ અંબાણી આઠમા નંબરે
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી 92.6 અબજ ડોલર સાથે લિસ્ટમાં આઠમા નંબર પર છે.
અદાણી એન્ટરપ્રાઈસના શેરમાં જબરદસ્ત ઉછાળો
અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. શરૂઆતી કારોબારમાં કંપનીના શેર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા. પ્રારંભિક વેપારમાં બીએસઈ પર અદાણી એન્ટરપ્રાઇઝનો શેર વધીને રૂ. 3865.60 થયો હતો. આ તેની 52 સપ્તાહની નવી હાઈ કિંમત છે. આ સાથે જ અદાણી ગ્રુપે માર્કેટ કેપના મામલે નવી ઊંચાઈ હાંસલ કરી અને એલઆઈસી, આઈટીસીને પાછળ છોડી દીધા છે.