ગૌરી ખાનને કોઈ ઓળખાણની જરૂર નથી. ગૌરી ખાનનું નામ ઇન્ડસ્ટ્રીમાં તેના કામ માટે જાણીતું છે અને શાહરૂખ ખાનને કારણે નહીં. ગૌરી એક જાણીતી ઈન્ટિરિયર ડિઝાઇનર છે. ગૌરી ખાન આજે પોતાનો 51 મો જન્મદિવસ ઉજવી રહી છે.
અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને કોઈ ઓળખાણની જરૂર નથી. ગૌરી ખાનનું નામ ઇન્ડસ્ટ્રીમાં તેના કામ માટે જાણીતું છે અને શાહરૂખ ખાનને કારણે નહીં. ગૌરી એક જાણીતી ઈન્ટિરિયર ડિઝાઇનર છે. ગૌરી ખાન આજે પોતાનો 51 મો જન્મદિવસ ઉજવી રહી છે. આજે ગૌરીના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
ગૌરી ખાન દિલ્હીની છે. તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ આર્મીનું રહ્યુ છે. ગૌરીના પિતા રમેશચંદ્ર છિબ્બર કર્નલ હતા.
ગૌરીનું બધુ શિક્ષણ દિલ્હીથી થયું છે. ગૌરીએ દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજમાંથી ઇતિહાસમાં સ્નાતક થયા છે.
ગૌરી શાળાના સમયમાં ખૂબ જ મસ્તીખોર હતી. ગૌરીએ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે તેના સહપાઠીઓને પેન્સિલ મારીને ખૂબ પરેશાન કરતી હતી અને શિક્ષકો તેને ક્યારેય પકડી શકતા ન હતા.
ગૌરી દિલ્હીમાં જ શાહરૂખને મળી હતી. શાહરૂખ સાથે ડેટ પર જવા માટે ગૌરી ઘણીવાર સ્કૂલની દીવાલ પર ચઢીને જતી હતી. આ વાત તેણે પોતાના એક ઇન્ટરવ્યુમાં પણ કહી હતી.
ગ્લેમરની દ્રષ્ટિએ ગૌરી બી-ટાઉનની સુંદરીઓથી ઓછી નથી. ગૌરીની સ્ટાઇલ અને તેના ફેશન સ્ટેટમેન્ટે બોલિવૂડ અભિનેત્રીઓને માત આપે છે. ત્રણ બાળકોની માતા હોવા છતાં ગૌરીએ પોતાની જાતને ખૂબ સારી રીતે જાળવી રાખી છે. ગૌરી ઘણી વાર સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વીડિયો શેર કરે છે, જેને જોઈને તેના ચાહકો કહે છે કે તે બોલિવૂડ અભિનેત્રીઓથી ઓછી નથી.
- Advertisement -
