કોંગ્રેસના સાંસદે કહ્યું- …તો પછી હું RAW એજન્ટ છું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ પર આરોપ લગાવ્યો કે ગોગોઈની પત્નીના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઈંજઈં સાથે સંબંધો છે. ભાટિયાએ કહ્યું- રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેમની લડાઈ ભારતીય રાજ્ય સાથે છે. હવે ગોગોઈની પત્નીના પાકિસ્તાનની ઈંજઈં સાથેના સંબંધો પ્રકાશમાં આવ્યા છે. તેમણે કહ્યું કે ગોગોઈની પત્ની એલિઝાબેથ કોલબર્ન પાકિસ્તાન પ્લાનિંગ કમિશનના સલાહકાર અલી તૌકીર શેખ સાથે કામ કરતી હતી. રાહુલ ગાંધી અને ગોગોઈ ભારતને નબળું પાડી રહ્યા છે. તે જ સમયે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સરકાર પાસેથી તપાસની માંગ કરી છે. લોકસભામાં વિપક્ષના નાયબ નેતા ગોગોઈએ આરોપોને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું- જો મારી પત્ની પર ઈંજઈં એજન્ટ હોવાનો આરોપ છે, તો મને પણ છઅઠ એજન્ટ કહી શકાય. તેમણે કહ્યું કે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી તેથી તે આવા પાયાવિહોણા આરોપો લગાવી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા પણ ભાજપે તેમને અને તેમના પરિવારને બદનામ કરવા માટે આવી જ ઝુંબેશ ચલાવી હતી.
- Advertisement -
ગોગોઈએ કહ્યું કે આસામ વિધાનસભા ચૂંટણી માટે હજુ એક વર્ષ બાકી છે, પરંતુ એવું લાગે છે કે ભાજપ નબળો પડી ગયો છે. લોકો ભાજપમાંથી વિશ્ર્વાસ ગુમાવી રહ્યા છે, તેથી જ તેમણે મારા પર આ આરોપો લગાવ્યા છે.