ભારે ઉતાવળીયા… એક દિવસ પૂર્વે લીલી પરિક્રમાનો પ્રારંભ
રાત્રીથી પરિક્રમાર્થીઓ ગેટ પાસે ઉમટી પડતાં સવારે 6 વાગ્યે ગેઇટ ખૂલ્યો
- Advertisement -
આજ રાત સુધીમાં 2 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે : ભવનાથ તરફ લોકોનું પ્રયાણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં વિધિવત રીતે દેવ ઉઠી અગિયારસ કારતક સુદ દેવ દિવાળીની મધ્ય રાત્રીના 12 વાગ્યે પ્રારંભ થાય છે પણ છેલ્લા ઘણા વર્ષોથી ભારે ઉતાવળિયા પરિક્રમાર્થીઓ બે દિવસ અગાઉ ભવનાથ તળેટીમાં ઉમટી પડે છે.ગત મોડી રાત્રીના પરિક્રમાના પ્રવેશ દ્વાર પાસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને ભાવિકોનો ઘસારો જોઈને વન વિભાગે ગેટ ખોલવાની ફરજ પડી હતી વનતંત્રે શ્રીફળ વિધિ સાથે ગેટ ખોલતાની સાથે જય ગિરનારીના નાદ સાથે પ્રારંભે 50 હજાર જેટલા પરિક્રમાર્થીઓ એક દિવસ અગાઉ પરિક્રમા શરુ કરી હતી હજુ સાંજ સુધીમાં 1 લાખ પરિક્રમાર્થીઓ પરિક્રમા રૂટ પર ઉમટી પડશે તેવી સંભાવના છે.
પરિક્રમા વિધિવત પ્રારંભ તા.12 નવેમ્બરની મધ્યરાત્રિથી શરુ થવાની હતી પણ એક દિવસ અગાઉથી ભાવિકોનો ઘસારો જોઈને વન વિભાગે આજે ગેટ ખુલ્લો મુકતા પરિક્રમા વેહલી શરુ થઇ ગઈ હતી હાલ ભવનાથ તળેટીમાં હકડેઠઠ મેદની જોવા મળી રહી છે. બીજી તરફ એસટી બસ, રેલવે ટ્રેનો અને ખાનગી વાહનો દ્વારા પરિક્રમા કરવા ભાવિકો ભવનાથ તરફ ઉમટી પડ્યા છે અને હજુ રાત સુધીમાં 2 લાખ પરિક્રમાર્થીઓ ઉમટી પડવાની ધારણા છે.અને કાલે જયારે વિધિવત ગિરનાર લીલી પરિક્રમા શરુ થશે ત્યારે વધુ લાખોની સંખ્યમાં ભાવિકો ઉમટી પડશે.
- Advertisement -
પરિક્રમા વેહલી શરુ થઇ જતા પરિક્રમાના 36 કિમિ રૂટ પર આવેલ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો પણ વેહલા ધમધમવા લાગ્યા છે અને હરિહર હરના સાદ સાથે ભાવિકો અન્નક્ષેત્રોમાં પ્રસાદ સાથે જય ગિરનારી નાદ સાથે પરિક્રમા શરુ કરી દીધી છે.બીજી તરફ ભાવિકોનો ઘસારો વધતા ગત રાત્રીથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરુ કરી દેવામાં આવ્યું છે.જંગલમાં આવેલ તમામ રાવટી ઉપર રાઉન્ડ ધ કોલોક પોલીસ અધિકરી અને સ્ટાફ ફરજ પર લાગી ગયા છે.તેની સાથે વન વિભાગ કર્મચારીઓ પણ જંગલમાં ફરજ પર જોવા મળી રહ્યા છે તેમજ લાઈટ, પાણી, આરોગ્ય વિભાગ સહિતના સફાઈ કર્મીઓ પરિક્રમા રૂટ પર ફરજ પર જોવા મળી રહ્યા છે.
આજથી જંગલમાં ભજન, ભોજન અને ભક્તિનો અનેરો ત્રિવિધ ઉત્સવ યોજાશે
ગિરનાર લીલી પરિક્રમામાં આદિ અનાદિ કાળથી પૂર્ણયનું ભાથું બાંધવા યોજાય છે ત્યારે એક દિવસ પૂર્વે શરુ થયેલ પરિક્રમામાં જંગલ રૂટ પર દૂર દૂર થી પધારેલ પરિક્રમાર્થીઓ ભજન, ભોજન સાથે ભક્તિનો અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે.અનેક પરિક્રમાર્થીઓ સહ પરિવાર સાથે ભોજન માટે સિધ્ધુ સામગ્રી સાથે લઈને પ્રભુ સ્મરણ કરતા આનંદ સાથે લીલી પરિક્રમા શરુ કરી છે.બીજી તરફ અનેક ભજન મંડળીઓ ગિરનાર મહારાજના ભજન સાથે ભગવાનની આરાધના કરે છે.તેમજ પરિક્રમા રૂટ પર આવેલ સામાજિક સેવા સંસ્થા દ્વારા ભાવિકોને ભાવતા ભોજન કરાવીને પૂર્ણયનું ભાથું બાંધી રહ્યા છે અને જય ગિરનારી કેહતા જાવ અને ભગવાનનો પ્રસાદ લેતા જાવ તેવા ભાવ સાથે ચા, પાણી અને ભોજન કરાવી રહ્યા છે આમ આજથી પાંચ દિવસ સુધી પરિક્રમાનો અનેરો માહોલ જોવા મળશે અને તંત્ર સતત ખાડે પગે રહીને ભાવિકોની સુખાકારી માટે ફરજ નિભાવશે.