વડોદરા, દહેરાદુનમાં તપાસ થશે: 2થી 5 વર્ષમાં રિપોર્ટ આવશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
માણાવદર પંથક બાદ હવે કેશોદ પંથકમાં પણ ઓએનજીસી દ્રારા ગેસના સંશોધનને લઈ બોરીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ અંગેની મળતી વિગતો મુજબ,સોરઠ પંથકમાં ગેસ હોવાની શક્યતાને લઈ ઓ.એન.જી.સી દ્રારા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં બોરીંગ કરવામાં આવી રહ્યાં છે.ત્યારે જ કેશોદ પંથકના માણેકવાડા ગામે કારાભાઈ ભીમાભાઈ સોનારાની વાડી જે ધાર વિસ્તાર તરીકેઓળખાય છે ત્યાં બુધવારે સાંજ ના સમયે બોરીંગ કરવામાં આવ્યું હતું અને 200 ફૂટ બોર કર્યા બાદ બીજા દિવસે સવારે ટેકનોલોજીનો ઉપયોગ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
અને તપાસ હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેનાર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે અહીંથી જરૂરી સેમ્પલ લઈ વડોદરા તેમજ દહેરાદુન સેમ્પલ મોકલવામાં આવશે અને 2 થી 5 વર્ષના સમયમાં રિપોર્ટ આવશે બાદમાં જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં 60થી 70 ફૂટ બોરીંગ થતું’તું, હવે વધારો કરાયો. પહેલાં અન્ય વિસ્તારોમાં 60 થી 70 ફૂટ બોરીંગ થતું હતું હવે તેમાં વધારો કરવામાં આવી રહ્યોં છે.



