લાયસન્સ વગર ગેસ સિલિન્ડરો વેંચાણ થતા જિલ્લા પુરવઠા વિભાગનો દરોડો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ દરેક તાલુકામાં ગેસ સિલિન્ડરોના કલા બજાર થાય છે જેમાં કેટલાક કિસ્સાઓમાં એજન્સી લાયસન્સ કે પરવાના વગર જ ગેસ સિલિન્ડરોના વેચાણ અને સંગ્રહ કરતા હોવાનું સામે આવે છે ત્યારે હાલમાં જ ચોટીલા ખાતે આ પ્રકારની બોગસ ગેસ એન્જસી ખાતે પ્રાંત અધિકારીએ દરોડો કરી લાખ્ખો રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો તેવામાં ફરી એક વખત લીંબડી – ધંધુકા હાઈવે પર સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હોટેલની આડમાં ચાલતા ગેસ સિલિન્ડર વેચાણ પર દરોડો કરવામાં આવ્યો હતો. જેમાં લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી એ.જી.ગજ્જર સહિતની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરી હતી જેમાં રેસ્ટોરન્ટ ખાતે ઘરેલું ગેસના 16 ભરેલા સિલિન્ડર તથા 38 ખાલી સિલિન્ડર એમ કુલ 54 સિલિન્ડર મળી આવ્યા હતા આ સિલિન્ડરોનું ગેરકાયદે વેચાણ કરતા કિશનભાઇ દશરથભાઈ પાડલીયા તથા દશરથભાઈ પાડલીયા દ્વારા પોતાની પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ, પરવાના અથવા ફાયર સેફ્ટી મંજૂરી લીધા વગર જોખમી રીતે ગેસ સિલિન્ડરોના વેચાણ અને સંગ્રહ કરતા ગેસ સિલિન્ડર 54 નંગ કિંમત 1,41,900 રૂપિયા તથા એક વાહન કિંમત 5.75 લાખ રૂપિયા એમ કુલ 7,16,900 રૂપિયાનો મુદામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી હતી.



