દિલ્હીથી ગરવી ગુજરાત દર્શન ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોશ અને દેવુસિંહ ચૌહાણએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
8 દિવસના પ્રવાસ પર આવેલી ટ્રેનમાં 156 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા: ટ્રેનની યોજનાને આવકારતા આગેવાન પ્રદીપભાઈ ખીમાણી
- Advertisement -
ચાંપાનેર, અક્ષરધામ, જયોતિર્લિંગના દર્શનનો લાભ: હોટલમાં રોકાણ, શાકાહારી ભોજન સહિતનું પેકેજ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના જાણીતા શિક્ષણવિદ તથા વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા તેમજ રાજકીય ક્ષેત્રે પ્રથમ હરોળના આગેવાન પ્રદિપભાઈ ખીમાણીએ ગરવી ગુજરાત ટ્રેનની યોજનાને આવકારી છે. ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન અંતર્ગત ચાલનારી ગરવી ગુજરાત દર્શનને દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, દર્શના વિક્રમ જરદોશ અને દેવુસિંહ ચૌહાણએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે વિવિધ મંત્રાલયો અને ઈંછઈઝઈના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈંછઈઝઈ લિમિટેડ, રેલવે મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની ઉપક્રમે ટ્રેન ચલાવી રહી છે. ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને ભારત અને વિશ્વના લોકો સમક્ષ પ્રદર્શિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે 23 નવેમ્બર 2021ના રોજ ભારત ગૌરવ નીતિ શરૂ કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં 16 ભારત ગૌરવ સર્કિટની સ્થાપના કરવામાં આવી છે અને આ ગરવી ગુજરાત યાત્રા વાઇબ્રન્ટ ગુજરાતના વારસાને દર્શાવવા માટે ભારત સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજનાની તર્જ પર 17મી સર્કિટ છે તેમ પ્રદીપભાઈ ખીમાણીએ જણાવ્યું છે ઈંછઈઝઈ દ્વારા સંચાલિત આ વિશેષ પ્રવાસી ટ્રેનમાં 156 પ્રવાસીઓ બેસી શકે છે. તેનું 8 દિવસના પ્રવાસ પર આજે દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થયું હતું. પ્રવાસીઓની સુવિધા માટે ગુરુગ્રામ, રેવાડી, રિંગા, ફુલ્લેરા અને અજમેર રેલવે સ્ટેશનો પર બોર્ડિંગ અને ડીબોર્ડિંગની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
આ ટ્રેન 300 કિલોમીટરનો પ્રવાસ કરાવશે
ભારતીય સંસ્કૃતિને જાણવા માટે ભારત ગૌરવ પોલીસી અંતર્ગત અત્યાર સુધીમાં 16 ટ્રેન શરૂ થઇ ગઇ છે અને ગુજરાતની ટ્રેન 17મી છે. આ ટ્રેન 3પ00 કિલોમીટરનો પ્રવાસ કરાવશે તેમાં યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ ચાંપાનેર પુરાતત્વીય પાર્ક, પાટણની રાણીની વાવ સામેલ છે સાથે જ અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્ય મંદિર, સોમનાથ, નાગેશ્વર, દ્વારકાધિશ, બેટ દ્વારકાના દર્શન કરાવાશે.