શહેરના અનેક વોર્ડમાં ખાડા રાજથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
એક તરફ દીપાવલી તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે એવા સમયે શહેરમાં અનેક જગ્યાએ ગંદકી સાથે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે.આ તસ્વીર શહેરના ગિરિરાજ મેઈન રોડ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યાથી પસાર થતા લોકો ત્રસ્તતા અનુભવી રહ્યા છે.જોકે રોજબરોજ સફાઈ થાય છે પણ જે રીતે સફાઈ થવી જોઈએ તેવી સફાઈ નો અભાવ જોવા મળી રહ્યો છે.
શહેરમાં એક તરફ ભૂગર્ભ ગટર અને પાણી લાઈનો નાખવા ઠેર ઠેર વિસ્તારોમાં રોડ ખોદી નાખ્યા છે જેના લીધે રસ્તોઓ બિસ્માર બનવાને લીધે રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.અનેક વાહન ચાલકો ઉબડ ખાબડ રસ્તાને લીધે પડે છે.શહેરમાં અનેક વોર્ડમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.જેમાં વોર્ડ 11 ભાજપના પૂર્વ પ્રમુખ ધમેન્દ્ર મોદીએ પણ કમિશનર ને પત્ર લખીને બિસ્માર રસ્તાઓ રીપેર કરવાની લોકો વતી માંગ કરી છે.જેમાં તળાવ પાસે જલદર્શન એપાર્ટમેન્ટ સાથે અશોક નગર, લાલબહાદુર સોસાયટી સહીત વોર્ડ 11માં અનેક વિસ્તારના રસ્તાઓ પર ખાડાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.



