ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 8 ધારાસભ્યો આજે ભાજપમાં સામેલ થશે.
ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 8 ધારાસભ્યો આજે ભાજપમાં સામેલ થશે. કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યો સાથે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મુલાકાત કરી છે. આ અગાઉ ભાજપના ગોવા પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનાવડેએ પણ દાવો કર્યો હતો કે, કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે.
- Advertisement -
આ ધારાસભ્યો ભાજપમાં જોડાશે
કોંગ્રેસ ધારાસભ્ય દિગંબર કામત, માઈકલ લોબો, દેલીલા લોબો, રાજેશ ફલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અમનોકર, અલેક્સો સિકેરા અને રુડોલ્ફ ફર્નાડીંઝ આજે ભાજપમાં જોડાશે. આ ધારાસભ્યોએ ગોવા સીએમ સાવંત સાથે મુલાકાત કરી હતી.
Goa | 8 Congress MLAs incl Digambar Kamat, Michael Lobo, Delilah Lobo, Rajesh Phaldesai, Kedar Naik, Sankalp Amonkar, Aleixo Sequeira & Rudolf Fernandes to join BJP today; also met with CM Pramod Sawant pic.twitter.com/rAffvBqMzB
- Advertisement -
— ANI (@ANI) September 14, 2022
કોંગ્રેસ જોડો યાત્રા દરમિયાન લાગ્યો ઝટકો
ગોવા ભાજપ પ્રદેશ અધ્યક્ષે એવા સમયે દાવો કર્યો હતો કે, જ્યારે કોંગ્રેસ દેશભરમાંથી પોતાની પકડ હાથમાં છુટી રહી હતી, તેને પાછી લાવવા માટે કોંગ્રેસ જોડો યાત્રા કાઢી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ દેશભરમાં 150 દિવસની 3570 કિમી યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થશે.
ગોવામાં કોંગ્રેસના 11 ધારાસભ્યો
40 વિધાનસભા સીટોવાળા ગોવામાં આ વખતે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેમાં ભાજપ ગઠબંધનના 25 ધારાસભ્યો છે. તો વળી કોંગ્રેસના 11 ધારાસભ્યો છે. પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષે દાવો કર્યો હતો કે, 11માંથી 8 ધારાસભ્યો તેમની પાર્ટીમાં જોડાશે.