સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં ગણેશજીને વધાવવા માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. કારીગરો વિઘ્નહર્તા ગણેશજીના પાવન પર્વ ગણેશ ચતુર્થીને લઈ મૂર્તિઓ બનાવી તેને રંગવાની અને શણગાર કરવાના કામમાં લાગી ગયા છે.
- Advertisement -
મૂર્તિકારોએ સુંદર મૂર્તિઓને રંગવાનું કરી દીધું છે પોતાની કલા દ્વારા કલાકારો સુંદર મજાની ગણેશની મૂર્તિ બનાવી રહ્યા છે. ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાલભવન નજીક ગણેશજીની મૂર્તિનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. 100 થી લઈ 10 હજાર સુધીની મૂર્તિઓ વેચાણ માટે મુકવામાં આવી છે. નોંધનીય છે કે, આ વર્ષે ગણેશ મહોત્સવનો પ્રારંભ 18 સપ્ટેમ્બરથી થવાનો છે. જેને લઇને પહેલાથી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે.
આ પહેલા ગણેશ મહોત્સવને અનુલક્ષીને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું હતું. જે મુજબ 9 ફૂટ કરતા ઊંચી ગણપતિની મૂર્તિ રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ગણેશ પંડાલોમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો ફરજિયાત રાખવા આદેશ આપવામાં આવ્યા છે.