ગ્રામ્ય SOGએ બે કાચા છોડ કબ્જે કર્યા : FLS રિપોર્ટ બાદ ગુનો નોંધાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના મહિલા કોલેજ અન્ડરબ્રીજમાં રોંગ સાઈડમાં કાર ચલાવી જીએસટી અધિકારીની કારમાં તોડફોડ કરી આતંક મચાવનાર સાધુ સહિતની ત્રિપુટી સામે ફરિયાદ નોંધાતા રાતવાસો લોકઅપમાં કરવાનો વખત આવ્યો હતો સાધુએ વાગુદળમાં સરકારી જમીન ઉપર કબજો કરી આશ્રમ બનાવી લીધો હોય ત્યાં ગ્રામ્ય એસઓજીએ તપાસ કરતાં ગાંજાના બે કાચા છોડ મળી આવતા કબ્જે કરી એફએસએલમાં ગાંધીનગર મોકલ્યા હતા જેનો રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટના જામનગર રોડ ઉપર રહેતા અને જીએસટીમાં કોન્ટ્રાક્ટ બેઝમાં ડ્રાયવર તરીકે નોકરી કરતા ભાવિનભાઈ મનસુખભાઈ બેરડીયાએ કારમાં તોડફોડ કરનાર વાગુદળમાં આશ્રમ ધરાવતા મહંતયોગી ઉર્ફે ધરમનાથ ઉર્ફે જીગ્નેશકુમાર નવીનચંદ્ર ધામેલીયા, કારખાનેદાર ચિરાગ પ્રવીણભાઈ કાલરીયા, પ્રવીણ વાઘજીભાઈ મેર અને અભિષેક સામે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાધુ સહીત ત્રણની ધરપકડ કરી હતી અને રાતવાસો લોકઅપમાં કર્યો હતો પકડાયેલા સાધુ અગાઉ બાંધકામનો વ્યવસાય કરતા હતા બાદમાં દાણા જોવાનું અને દેશી દવા બનાવવાનું કામ કરતા હતા જ્યાં આશ્રમ બનાવ્યો છે તે જગ્યા સરકારી ખરાબો હોવાનું જાણવા મળ્યું છે ત્યાં માદક પદાર્થની ખેતી શરૂ કરી હોવાનું જાણવા મળતા ગ્રામ્ય એસઓજી પીએસઆઈ ભાનુભાઇ મિયાત્રા સહિતનો સ્ટાફ એફએસએલ અધિકારીને લઈને દોડી ગયો હતો પોલીસે બે કાચા છોડ કબ્જે કર્યા હતા જે એફએસએલ અધિકારીએ સંપૂર્ણત: ગાંજો સાબિત ન થતો હોવાનું તારણ આપતા તેના સેમ્પલ ગાંધીનગર એફએસએલ કચેરીએ મોકલવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયેલ સાધુએ ત્યાં પણ ધમાલ મચાવી હતી અને હું તાંત્રિક વિધિ જાણું છું, તને જાનથી મારી નાખીશ તેવો બફાટ કરી ફરિયાદીને ધમકી આપી હતી.