નવા નિયમોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.
ખાસ-ખબર સંવાદદાતા
સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહેલી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ 15 જૂનથી શરૂ કરવામાં આવશે. મુંબઈમાં પાંચ લેવલ અનલોક પ્લાન દ્વારા ઘણી છૂટછાટ આપવામાં આવી છે. નવા નિયમોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મની સાથે જ અન્ય ફિલ્મોનું શૂટિંગ પણ 15 જૂનથી શરૂ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસની સેક્ધડ વેવને કારણે સરકાર દ્વારા શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે હવે ટાઇમિંગ અને ક્રાઉડ રિસ્ટ્રિક્શન સાથે શૂટિંગ માટે પરવાનગી આપી દેવામાં આવી છે.