5ની ધરપકડ કરાઇ: મુખ્ય સૂત્રધારની શોધખોળ: 3 લાખનો મુદામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોંડલના રાણસીકી ગામે રહેતાં ભાવેશભાઈ પોપટભાઈ પાનસુરીયા ઉ.40એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે ખેતી તથા પશુપાલન કરી પરીવારનું ગુજરાન ચલાવે છે તેમને રાણસીકી ગામે દેરડી રોડ ઉપર જમીન આવેલ છે. તેમની પાસે રહેલી બે ભેંસો ખેતીની જમીનમા બે ઢાળીયા બનાવી તેમા બાંધતા હતા. ગઇ તા.22/07/2024ના સાડા આઠેક વાગ્યે તેઓ પત્ની સાથે ભેસને નીરણ પુરો કરવા ગયેલ ત્યારે બન્ને ભેસો હતી અને બીજા દિવસે તા.23/07/2024ના સવારના સમયે વાડીએ ભેસોને નીરણ પુરો કરવા જતા ભેંસ ત્યાં જોવામાં આવેલ ન હતી.
- Advertisement -
જેથી 1.60 લાખની બે ભેંસ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી દરમિયાન રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા અને પેરોલ ટીમે તપાસ હાથ ધરી હતી ત્યારે સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભેંસની ચોરી કરનાર માળીયા હાટીનાના મહેશ ચના વડદોરીયા, જેતપુરના પ્રવીણ ઉર્ફે ફજલ ચના વડદોરીયા, ગોવિંદ ઉર્ફ ઢીંગો ચના વડદોરીયા, અજય બદરૂ વડદોરીયા અને ગઢડાના સંજય અમરશી વાઘેલાને દેરડી કુંભાજી પાસેથી દબોચી લીધાં હતાં. ભેંસ ચોરનાર પાંચેય આરોપી પાસેથી બોલેરો અને મોબાઈલ મળી કુલ રૂ.3.11 લાખના મુદામાલ સાથે દબોચી કાર્યવાહી કરી હતી. જયારે મુખ્ય સૂત્રધારની શોધખોળ યથાવત રાખી છે.



